બ્રેકિંગ@દેશ: J&Kમાં અનિશ્વિતકાળ માટે ઇન્ટરનેટ બંધ ન કરી શકાય: સુપ્રિમ કોર્ટ

અટલ સમાચાર,ડેસ્ક જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 (Article 370) દૂર કર્યા બાદ પાબંધીઓ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર ચૂકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘જમ્મૂ કાશ્મીરમાં પાબંધીઓના આદેશની સમીક્ષા માટે કમિટી બનશે. આ કમિટી સમયાંતરે પાબંધીઓની સમીક્ષા કરશે. સરકાર પાબંધીઓ પર આદેશ જાહેર કરીને તેની જાણકારી આપી. SC એ કલમ 19માં લોકોને ઇન્ટરનેટની આઝાદીનો હક છે.
 
બ્રેકિંગ@દેશ: J&Kમાં અનિશ્વિતકાળ માટે ઇન્ટરનેટ બંધ ન કરી શકાય: સુપ્રિમ કોર્ટ

અટલ સમાચાર,ડેસ્ક

જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 (Article 370) દૂર કર્યા બાદ પાબંધીઓ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર ચૂકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘જમ્મૂ કાશ્મીરમાં પાબંધીઓના આદેશની સમીક્ષા માટે કમિટી બનશે. આ કમિટી સમયાંતરે પાબંધીઓની સમીક્ષા કરશે. સરકાર પાબંધીઓ પર આદેશ જાહેર કરીને તેની જાણકારી આપી. SC એ કલમ 19માં લોકોને ઇન્ટરનેટની આઝાદીનો હક છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધની તાત્કાલિક પ્રભાવથી સમીક્ષા કરવામાં આવે. જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી પીઠે આ ચૂકાદો સંભળાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું કે ઇન્ટરનેટ લોકોનો મૌલિક અધિકાર છે. J&Kમાં ઇન્ટરનેટ અનિશ્વિતકાળ માટે બંધ ન કરી શકાય. જમ્મૂ કાશ્મીરમાં ઇન્ટરનેટ પર લાગેલી પાબંધીને દૂર કરવા માટે સરકાર સ્થિતિની સમીક્ષા કરી તાત્કાલિક કરે. ઇન્ટરનેટનું અસ્થાયી સસ્પેન્શન, નાગરિકોની માળખાગત સ્વતંત્રતામાં મનમાની ન થવી જોઇએ. ન્યાયિક સમીક્ષા માટે નિખાલસતા હોવું જોઇએ. જમ્મૂ કાશ્મીરમાં ઇન્ટરનેટ સસ્પેશનની તાત્કાલિક સમીક્ષા કરવી જોઇએ.

સાથે જ સુપ્રીમ કોર્ટે સરકારે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં સરકારી વેબસાઇટો અને ઇ બેકિંગ સુવિધાઓ સુધી પહોંચની પરવાનગી આપવા પર વિચાર કરવા પર કહ્યું. સાથે જ કહ્યું કે રિવ્યૂ કમિટી દ્વારા દર 7 દિવસે ક્ષેત્રમાં ઇન્ટરનેટ પ્રતિબંધોની આવધિક સમીક્ષા કરવી જોઇએ. ઇન્ટરનેટને બંધ કરવાની કાર્યવાહી આર્ટિકલ 19(2)ના સિદ્ધાંતોના અનુરૂપ જ હોવી જોઇએ. SC કહ્યું કે સરકાર કલમ 144 નો ઉપયોગ વિચારોની વિવિધતાને દબાવવા માટે ન કરી શકે. એટલું જ નહી સરકાર તમામ પાબંધી સંબંધી આદેશ ન બતાવવાની છૂટ હોવાનો દાવો પણ ન કરી શકે.