આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

દુશ્મન દેશો પર નજર રાખવા માટે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇજેશન આજે સેટેલાઇટ EOS-01 અર્થ ઓર્બર્વેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું છે. સેટેલાઇટની ખાસ વાત એ છે કે, તે PSLV C49 રોકેટથી લૉન્ચ કરવામાં આવ્યુ છે. નોંધનિય છે કે, ઇસરો વૈજ્ઞાનિક સેટેલાઇટ EOS-01ને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 3:02 મિનિટ પર લૉન્ચ કરવામાં આવ્યુ હતુ. PSLV- C49 રોકેટ પોતાની સાથે 9 વિદેશી સેટેલાઇટને પણ લઇ જઇ રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇજેશનને આજે આ સેટેલાઇટને લૉન્ચ કર્યુ છે. હવામાનની બદલાતી સ્થિતિને જોતા ઇસરોએ બેકઅપ પ્લાન પણ તૈયાર રાખ્યો હતો. જોકે સેટેલાઇટ EOS-O1ની સાથે 9 કસ્ટમર સેટેલાઇટ પણ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આ તમામ સેટેલાઇટ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડની સાથે એક કોમર્શિયલ એગ્રીમેન્ટ હેઠળ લૉન્ચ થયુ હતુ. વૈજ્ઞાનિકો મુજબ સેટેલાઇટ EOS-01 એટલે કે અર્થ ઓર્બજરવેશન રિસેટ સેટેલાઇટની એક એડવાન્સ સીરીઝ છે. આ સેટેલાઇટની મદદથી કોઇ પણ હવામાનમાં પૃથ્વી પર નજર રાખી શકાશે.

સેટેલાઇટ EOS-01 ની મદદથી ભારતીય સેના દુશ્મનો પર સરળતાથી નજર રાખી શકશે. ચીન જે રીતે પાછલા થોડા સમયમાં ભારતના પૂર્વય લદાખ પણ તણાવપૂર્ણ સ્થિતિ બનાવી છે તેને જોતા હવે સેટેલાઇટથી સીમા પર ચાંપતી નજર રાખવામાં આવશે. નોંધનીય છે કે, હાલમાં જ લદાખ બોર્ડર પર ગલવાન વિસ્તારમાં ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે હિંસક ઝડપ પણ થઇ હતી. અને હવે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ બંને દેશોની સેના આ સ્થળ પર આમને સામને જ ઊભી છે. ત્યારે ઠંડીના આ ખરાબ હવામાનમાં ચીની સેનાની ગતિવિધિઓ પર ધ્યાન રાખવામાં આ સેટેલાઇટ મદદરૂપ સાબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code