બ્રેકિંગ@દેશ: IPLમાં 2 ખેલાડી પોઝિટિવ થતાં આજે યોજાનારી KKR-RCBની મેચ રદ્દ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે હવે આઇપીએલ રમતાં બે ખેલાડીઓ પણ કોરોના સંક્રિમત થયા છે. સોમવારે યોજાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને બેંગલુરૂની મેચ રદ્દ કરી દેવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ કોલકાતાના 2 ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
May 3, 2021, 13:14 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોના કહેર વચ્ચે હવે આઇપીએલ રમતાં બે ખેલાડીઓ પણ કોરોના સંક્રિમત થયા છે. સોમવારે યોજાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને બેંગલુરૂની મેચ રદ્દ કરી દેવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ કોલકાતાના 2 ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
આઈપીએલની 14મી સિઝનની 30મી મેચમાં સોમવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે થવાનો હતો. કોરોના સંક્રમણના કાળમાં બીસીસીઆઈએ મજબૂત ‘બાયો બબલ’નો હવાલો આપ્યો હતો અને ત્યાર બાદ અત્યાર સુધીમાં સફળતાપૂર્વક 29 મેચ રમાઈ હતી. ચેન્નાઈ અને મુંબઈની તમામ મેચ પૂરી થઈ હતી પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની સિઝનની 30મી મેચને હાલ પૂરતી રદ્દ કરવામાં આવી છે.