બ્રેકિંગ@દેશ: આ રાજ્યમાં 30 એપ્રિલ સુધી લંબાયુ લોકડાઉન, કેબિનેટમાં નિર્ણય

અટલ સમાચાર,ડેસ્ક દેશભરમાં લાગુ 21 દિવસનો લોકડાઉનનો આજે 16મો દિવસ છે. જો કે જે ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યાં છે તેને જોતા 15 એપ્રિલથી લોકડાઉન ખુલશે તેમ કહેવું ખુબ મુશ્કેલ છે. હવે એવા ખબર છે કે ઓડિશામાં લોકડાઉનને આગળ વધારીને 30 એપ્રિલ સુધી કરી દેવાયું છે. મુખ્યમંત્રી નવિન પટનાયકે કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો છે.
 
બ્રેકિંગ@દેશ: આ રાજ્યમાં 30 એપ્રિલ સુધી લંબાયુ લોકડાઉન, કેબિનેટમાં નિર્ણય

અટલ સમાચાર,ડેસ્ક

દેશભરમાં લાગુ 21 દિવસનો લોકડાઉનનો આજે 16મો દિવસ છે. જો કે જે ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યાં છે તેને જોતા 15 એપ્રિલથી લોકડાઉન ખુલશે તેમ કહેવું ખુબ મુશ્કેલ છે. હવે એવા ખબર છે કે ઓડિશામાં લોકડાઉનને આગળ વધારીને 30 એપ્રિલ સુધી કરી દેવાયું છે. મુખ્યમંત્રી નવિન પટનાયકે કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો છે. લોકડાઉન આગળ વધારનારું ઓડિશા પહેલુ રાજ્ય બની ગયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સીએમએ કેન્દ્રને 30 એપ્રિલ સુધી ટ્રેન અને હવાઈ સેવાઓ શરૂ ન કરવાની ભલામણ પણ કરી છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે દેશભરમાં એક સાથે લોકડાઉન ખોલવામાં આવશે નહી. મુખ્યમંત્રી નવિન પટનાયકે લોકોને બંધ દરમિયાન પૂર્ણ સહયોગ બદલ આભાર પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે 3 મહિના માટે ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ લાભાર્થીઓને ભોજન આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે 15 એપ્રિલથી ઓડિશાના તમામ જિલ્લાઓમાં 6000 આઈસોલેટેડ બેડ સક્રિય થશે.આ સાથે જ રાજ્ય રોજના 1000 કોરોના ટેસ્ટ કરાવવામાં પણ સક્ષમ થશે.