બ્રેકિંગ@દેશ: હોસ્પિટલમાં દાખલ થવા કોરોના રીપોર્ટ કે એડ્રેસ પ્રુફની જરૂર નહી: સ્વાસ્થ્ય મંત્રાલય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના વાયરસના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહેલ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રની મોદી સરકારે પોતાની નીતિમાં ફેરફાર કર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે કે, હવેથી કોઈ પણ દર્દીને દાખલ થવા માટે કોરોના વાયરસ પોઝિટિવ હોવાનો રિપોર્ટ હોવો
 
બ્રેકિંગ@દેશ: હોસ્પિટલમાં દાખલ થવા કોરોના રીપોર્ટ કે એડ્રેસ પ્રુફની જરૂર નહી: સ્વાસ્થ્ય મંત્રાલય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના વાયરસના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહેલ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રની મોદી સરકારે પોતાની નીતિમાં ફેરફાર કર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે કે, હવેથી કોઈ પણ દર્દીને દાખલ થવા માટે કોરોના વાયરસ પોઝિટિવ હોવાનો રિપોર્ટ હોવો જરૂરી નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે કે, જો કોઈ શંકાસ્પદ કેસ આવે છે તો તેને CCC, DCHC or DHC જેવા વોર્ડમાં રાખી શકાય તથા કોઈ પણ દર્દી કોઈ પણ ભોગે સારવાર વગર રહેવો જોઈએ નહીં. આટલું જ નહીં જરૂર પડે તો ઑક્સીજન તથા અન્ય દવાઑ પણ આવા દર્દીઓને આપવાની રહેશે. આ સિવાય કેન્દ્ર સરકારે પોતાની નીતિમાં ફેરફાર કર્યો છે કે, કોઈપણ જગ્યા પર દર્દીને દાખલ થવા માટે રહેઠાણનું પ્રૂફ/એડ્રેસ પ્રૂફ આપવાનું રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના આદેશ મુજબ કોઈપણ દર્દીને હોસ્પિટલ બહારનું હોવાનું કહીને સારવાર આપવાની ના પાડી શકાશે નહીં. જે તે હોસ્પિટલે દર્દીની જરૂરિયાત પ્રમાણે તેને સારવાર આપવાની રહેશે, પછી ભલે તે ગમે તે શહેરનો નિવાસી હોય.