બ્રેકિંગ@દેશ: PM મોદીએ કહ્યું, 'પેપરલીક રાજનીતિનો મુદ્દો નથી, દોષિતોને કડક સજા મળશે'

 
Modi
આ ફક્ત એક રાજ્યનો મુદ્દો નથી પરંતુ સમગ્ર દેશનો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે NDAની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા થઇ. બેઠકમાં નીટ પેપરલીક મામલે પણ વાત થઇ. તેમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે નીટ પેપર લીક એ રાજનીતિનો મુદ્દો નથી. જવાબદાર લોકો સામે કડક પગલા લેવામાં આવ્યા છે. પેપરલીકના દોષિતોને કડકમાં કડક સજા થશે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય નહીં બગડવા દઇએ. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે NEET પરીક્ષા અંગે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગેરરીતિઓના અહેવાલો મળતાં સરકારે તાત્કાલિક પગલાં લીધાં. તેર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

વધુમાં, વિદ્યાર્થીઓના ભવિષ્યને પ્રાથમિકતા આપતા, પરિણામો જાહેર કરવામાં વિલંબ કર્યા વિના પુનઃપરીક્ષા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. તેમણે ભવિષ્યમાં લીક અટકાવવા માટે લેવામાં આવતા કડક પગલાંની પણ રૂપરેખા આપી હતી. તેમણે દોષિતોને સજા કરવાની અને સહયોગથી એક સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.વધુમાં તેઓ કહે છે કે NDA ચાલુ ચોમાસુ સત્ર દરમિયાન રચનાત્મક ભૂમિકા ભજવશે. રાષ્ટ્રના હિત માટે આગળ લાવવામાં આવેલા બિલો અને કાયદાકીય કાર્યોને પસાર કરવાના અમારા સંકલ્પમાં અમે એક છીએ. અમે વિપક્ષને પણ વિનંતી કરીએ છીએ કે ભલે વિવિધ પક્ષો અલગ અલગ મંતવ્યો ધરાવતા હોય. દેશ, તેના ભવિષ્ય અને તેના યુવાનો માટે સાથે મળીને કામ કરે.

આરોપીઓને શક્ય તેટલી કડક સજા આપવી જોઈએ. આ ફક્ત એક રાજ્યનો મુદ્દો નથી પરંતુ સમગ્ર દેશનો છે. તેમાં કોઈ પક્ષપાતી રાજકારણ ન હોવું જોઈએ. વધુમાં મુક્ત વેપાર કરાર પર ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવશે અને તેમને કોઈ નુકસાન થવા દેવામાં આવશે નહીં.