બ્રેકિંગ@દેશઃ અત્યાર સુધી કોરોનાના 3210 પોઝિટિવ કેસ, 98 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં કોરોના વાઈરસ સંક્રમણના આજે 102 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી સૌથી વધારે 47 દર્દી મહારાષ્ટ્રના છે. ત્યારબાદ રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10, મધ્યપ્રદેશમાં 4 જ્યારે આસામમાં 2, ગોવામાં 01 અને પંજાબમાં 04 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3210 થઈ ગઈ છે. આ આંકડાઓ covid19india.org વેબસાઈટ
 
બ્રેકિંગ@દેશઃ અત્યાર સુધી કોરોનાના 3210 પોઝિટિવ કેસ, 98 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોના વાઈરસ સંક્રમણના આજે 102 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી સૌથી વધારે 47 દર્દી મહારાષ્ટ્રના છે. ત્યારબાદ રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10, મધ્યપ્રદેશમાં 4 જ્યારે આસામમાં 2, ગોવામાં 01 અને પંજાબમાં 04 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3210 થઈ ગઈ છે. આ આંકડાઓ covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. દેશમાં એક સપ્તાહમાં જ આ બિમારીના 1973 દર્દી વધ્યા છે. 29 માર્ચે કોરોના સંક્રમિતોની સંખ્યા 1139 હતી. આ પહેલા શુક્રવારે એક દિવસમાં સૌથી વધારે 563 કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધી 229 દર્દી સ્વસ્થ થયા છે, જ્યારે 98ના મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે ઉશ્કેરણીજનક નિવેદન આપતા કહ્યું કે, મરકઝમાં ગયેલા લોકોને ગોળી મારી દેવી જોઈએ, સરકાર શા માટે આવા લોકોની સારવાર કરી રહી છે. દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના ઘણા ડોક્ટર્સ અને નર્સો સહિત સ્ટાફના 108 લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 85 લોકોને ઘરે અને 23ને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. આ તમામ 2 દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા, જેમનો હાલમાં જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મુંબઈની કાંદીવલીની શતાબ્દી હોસ્પિટલમાં 63 કર્મચારીઓને ક્વૉરન્ટીન કરાયા છે. 40 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશના 6 રાજ્યોમાં શુક્રવારે 13 લોકોના મોત થયા છે, જેમાં ગુજરાતમાં બે, આંધ્રપ્રદેશમાં એક, મહારાષ્ટ્રમાં છ, તેલંગાણામાં બે, હિમાચલમાં એક અને દિલ્હીમાં બે લોકોના મોત થયા છે. આ પ્રકારે દેશમાં અત્યાર સુધી 94 લોકોના મોત થયા છે. દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના ઘણા ડોક્ટર્સ નર્સો સહિત સ્ટાફના 108 લોકોને ક્વૉરિન્ટીન કરી દેવાયા છે. જેમાંથી 85 લોકોને ઘરે અને 23 લોકોને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. આ તમામ એવા 2 દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા,જેની હાલની સ્થિતિ માં કોરોના પોઝિટિવ આવ્યો છે.

શુક્રવારે તમિલનાડુમાં 102, દિલ્હીમાં 93, તેલંગાણામાં 75, મહારાષ્ટ્રમાં 67, ઉત્તરપ્રેદશમાં 44, રાજસ્થાનમાં 35, મધ્યપ્રદેશમાં 34, આંધ્રપ્રદેશમાં 12, કેરળમાં 9, હરિયાણામાં 9, ગુજરાતમાં 7, જમ્મુ-કાશ્મીરમાં 5, કર્ણાટકમાં 4 નવા દર્દી મળ્યા.