બ્રેકિંગ@દેશ: તો શું હવે નહીં આવે ત્રીજી લહેર ? ડો.ગુલેરિયાએ આપ્યું સૌથી મોટું નિવેદન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે દેશમાં મંગળવારે સંક્રમણના 26 હજાર કેસ સામે આવ્યા તો 252 મોત થયા છે. એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાના જણાવ્યાનુસાર કોરોના હવે મહામારી નથી રહી. જોકે તેમણે સાવધાન કર્યા કે, જ્યાં સુધી ભારતમાં દરેક વ્યક્તિને રસી નથી લાગતી ત્યાં સુધી સતર્ક રહેવાની જરુર છે. ખાસ કરીને તમામ માટે
 
બ્રેકિંગ@દેશ: તો શું હવે નહીં આવે ત્રીજી લહેર ? ડો.ગુલેરિયાએ આપ્યું સૌથી મોટું નિવેદન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે દેશમાં મંગળવારે સંક્રમણના 26 હજાર કેસ સામે આવ્યા તો 252 મોત થયા છે. એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાના જણાવ્યાનુસાર કોરોના હવે મહામારી નથી રહી. જોકે તેમણે સાવધાન કર્યા કે, જ્યાં સુધી ભારતમાં દરેક વ્યક્તિને રસી નથી લાગતી ત્યાં સુધી સતર્ક રહેવાની જરુર છે. ખાસ કરીને તમામ માટે તહેવારો પર ભીડથી બચવું જરુરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડો. ગુલેરિયાએ કહ્યું કે, ભારતમાં નોંધાઈ રહેલા આંકડા હવે 25 હજારથી 40 હજારની વચ્ચે આવી રહ્યા છે. જો લોકો સાવધાન નહીં રહે તો આ મામલા ધીરે ધીરે ઓછા રહેશે. જોકે કોરોના ક્યારેય પણ સંપૂર્ણ રીતે ખતમ નહીં થાય. પરંતુ ભારતમાં ઝડપથી રસીકરણ થઈ રહ્યું છે. તેને જોતા કોરોનાનું હવે મહામારીનું રૂપ લેવું કે મોટા પાયે સમસ્યા પેદા કરવી મુશ્કેલ છે.

એમ્સ ડાયરેક્ટર ડો. ગુલેરિયાનું કહેવું છે કે, કોરોના વાયરસ જલ્દી જ સામાન્ય ફ્લૂ એટલે કે સાધારણ ખાંસી, શરદીની જેમ આવશે કેમ કે લોકોમાં હવે આ વાયરસની વિરુદ્ધ ઈમ્યૂનિટી તૈયાર થઈ ચૂકી છે પરંતુ બિમાર અને નબળી ઈમ્યૂનિટી વાળા લોકો માટે આ બિમારી જીવલેણ ખતરો છે. બૂસ્ટર ડોઝને લઈને કહ્યું હાલ તો તમામને બે ડોઝ લાગી જાય અને બાળકોને પણ રસી લાગી જાય એ બાદ બૂસ્ટર ડોઝ પર ભાર મૂકવો જોઈએ.