બ્રેકિંગ@દેશ: અટારી-વાઘા બોર્ડર પર અચાનક ભીષણ વિસ્ફોટ થયો, ઇન્ડીયન આર્મી એલર્ટ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે ભારત-પાકિસ્તાન સીમારેખા પર સ્થિત અટારી વાઘા બોર્ડર પર પાકિસ્તાનની તરફથી જોરદાર ધમાકો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ખેતી કરનારા ભારતીય ફેસિંગની પાર ગયેલા ખેડૂતોએ આ બ્લાસ્ટનો વીડિયો પણ બનાવ્યો છે. વિસ્ફોટ પછી સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. બીજી તરફ અટારી વાઘા બોર્ડર
 
બ્રેકિંગ@દેશ: અટારી-વાઘા બોર્ડર પર અચાનક ભીષણ વિસ્ફોટ થયો, ઇન્ડીયન આર્મી એલર્ટ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કોરોના મહામારી વચ્ચે આજે ભારત-પાકિસ્તાન સીમારેખા પર સ્થિત અટારી વાઘા બોર્ડર પર પાકિસ્તાનની તરફથી જોરદાર ધમાકો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ખેતી કરનારા ભારતીય ફેસિંગની પાર ગયેલા ખેડૂતોએ આ બ્લાસ્ટનો વીડિયો પણ બનાવ્યો છે. વિસ્ફોટ પછી સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. બીજી તરફ અટારી વાઘા બોર્ડર પર સીમા પર લાગેલી ફેસિંગના બીજી તરફ ઘણા કિમી સુધી ભારતની જમીન છે, આ જમિન પર બીજી તરફ પાકિસ્તાનની ખુલ્લી બોર્ડર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બોર્ડર સિક્યુરીટી ફોર્સની દેખરેખમાં ખેડૂતો આ વિસ્તારમાં ખેતી કરવા જાય છે. સૂત્રો મુજબ, અટારી-વાઘા બોર્ડર પર પાકિસ્તાન તરફ થયેલ બ્લાસ્ટ બાદ નીકળતો ધુમાડો હાલ તો શાંત થઇ ગયો છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે બોર્ડરના આટલા નજીક બ્લાસ્ટ પાકિસ્તાનનું ભારતીય એજન્સીઓનું ધ્યાન ભટકાવવાનું કાવતરું હોઈ શકે છે. જે વીડિયો સામે આવ્યો છે

જેમાં ખેડૂતો કહી રહ્યા છે કે પાકિસ્તાન બાજુ ખબર નહીં કેવી રીતે ધુમાડો ઉઠવા લાગ્યો. ખેડૂતોના જણાવ્યા અનુસાર હજુ સુધી તેની કોઈ નક્કર માહિતી નથી મળી. ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન બોર્ડ પર છેલ્લા કેટલાક દિવસોથી હલચલ જોવા મળી રહી છે. જમ્મુ વિસ્તારમાં પાકિસ્તાનની બોર્ડ પરથી કેટલાક ડ્રોન સતત બોર્ડરની બીજી તરફ જોવા મળ્યા છે. તાજેતરમાં જ એરબસ પર ડ્રોન દ્વારા હુમલો પણ થયો હતો, એવામાં સરહદ પર સુરક્ષા એજન્સીઓ દરેક હરકત પર નજર રાખી રહી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો