બ્રેકિંગ@દેશ: વોડાફોન-આઇડીયાનું નવુ નામ સામે આવ્યુ, હવે ‘Vi’ના નામે ઓળખાશે
અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે વોડાફોન આઈડિયા લિમિટેડે સોમવારે એક મોટું એલાન કર્યું છે. કંપનીએ સોમવારે પોતાની બ્રાન્ડ રિલોન્ચ કરી છે. કંપનીએ VIના રૂપમાં પોતાની રીતે જ રીબ્રાન્ડ કરી છે. આ રીતે કંપનીએ લોકોની વચ્ચે પોતાની એક નવી જ ઓળખાણ બનાવવાની કોશિશ કરી છે. વોડાફોન આઈડિયા ઓગસ્ટ 2018માં વોડાફોન આઈડિયા અને આઈડિયા સેલ્યુલરના વિલયથી
Sep 7, 2020, 13:27 IST

અટલ સમાચાર, ડેસ્ક
કોરોના મહામારી વચ્ચે વોડાફોન આઈડિયા લિમિટેડે સોમવારે એક મોટું એલાન કર્યું છે. કંપનીએ સોમવારે પોતાની બ્રાન્ડ રિલોન્ચ કરી છે. કંપનીએ VIના રૂપમાં પોતાની રીતે જ રીબ્રાન્ડ કરી છે. આ રીતે કંપનીએ લોકોની વચ્ચે પોતાની એક નવી જ ઓળખાણ બનાવવાની કોશિશ કરી છે. વોડાફોન આઈડિયા ઓગસ્ટ 2018માં વોડાફોન આઈડિયા અને આઈડિયા સેલ્યુલરના વિલયથી બનેલી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
વોડાફોન અને આઇડીયા તેમના બ્રાન્ડનેમ બદલવાનો ઇતિહાસ ધરાવે છે. વોડાફોન-આઇડીયા આ પૂર્વે સેલફોર્સ, મેક્ષ ટચ, ઓરેન્જ, હચ અને વોડાફોનના નામે ઓળખાતુ હતુ. જયારે હાલનું ‘આઇડીયા’ બ્રાન્ડનેમ આ પહેલા બીરલા એટીએન્ડટી, બીરલા ટાટા એન્ડ એટીએન્ડટી અને આઇડીયા સેલ્યુલરના નામે ઓળખાતુ હતુ. ન્યુઝ ફર્સ્ટ કહે છે કે ”વોડાફોન આઇડીયા” હવે ”વીઆઇ- ‘Vi’ ના નવા બ્રાન્ડ નેમથી ઓળખાશે.