બ્રેકિંગ@દાહોદ: ડીપીઇઓ બોલ્યા,શિક્ષક મંડળીના દાખલા ઇન્કમટેક્સમાં ના ચાલે, ઝાલોદ મંડળીના દાખલાનો પ્રયોગ ક્યાં થયો?

 
Dahod
શિક્ષકોએ દાખલા રજૂ કર્યા હતા પરંતુ તેનાથી કોઈ રાહત ના મળી જાય

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


કોઈપણ શિક્ષક ક્રેડિટ સોસાયટી કે મંડળી જો સભાસદને લોન બાદ વ્યાજ ભર્યાનો દાખલો અથવા પ્રમાણપત્ર આપે તો તેનો ઉપયોગ ક્યાં કરવો તે દાખલો મેળવનારને જોવાનું રહે. હવે આ દાખલાનો પ્રયોગ ઈન્કમટેક્સ રીટર્ન દરમ્યાન વિગતો ભરવામાં થાય ? ટેક્ષમાં રાહત મેળવવા થાય કે કેમ? આ બાબતે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બારીયાએ જણાવ્યું કે, ઈન્કમટેક્સ રાહતમાં ના થાય. બીજી તરફ અન્ય એક સાબરકાંઠા જિલ્લા ડીપીઇઓ પણ કહે છે કે, મારા જ્ઞાન મુજબ આવું થાય નહિ. તો અહિં સવાલ થાય કે, ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીએ આપેલા આવા ઢગલાબંધ દાખવાનો પ્રયોગ ઈન્કમટેક્સ રીટર્નમાં થયો છે ?ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક ક્રેડિટ મંડળીએ વ્યાજ વસૂલ કર્યાના પ્રમાણપત્રો આપ્યા એ હકીકત છે પરંતુ આ પ્રમાણપત્રોની વિગતો ઈન્કમટેક્સ રીટર્નમાં બતાવી કોઈએ કેન્દ્ર સરકારને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કર્યો છે? જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લામાં અનેક શિક્ષક કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી કાર્યરત છે ત્યારે આવી મંડળીઓમાં પ્રાથમિક શિક્ષકો સભાસદ હોય છે. જિલ્લા રજીસ્ટ્રાર અને સહકારી કાયદાની જોગવાઈઓ મુજબ આ મંડળીઓ કામકાજ વહીવટ કરતી હોય. હવે છેલ્લા કેટલાક સમયથી દાહોદ જિલ્લામાં બૂમરાણ મચી છે કે, શિક્ષક ક્રેડિટ સોસાયટીના વ્યાજ વસૂલના દાખલા/પ્રમાણપત્ર મેળવી કોઈએ ઈન્કમટેક્સ રીટર્નમાં બતાવ્યા અને તેની જાણ ટીપીઈઓને પણ છે. આ દરમ્યાન જાણમાં આવ્યું કે, ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક કો-ઓપરેટીવ મંડળીએ લોન સામે વ્યાજ લીધાના ઢગલાબંધ પ્રમાણપત્રો જારી કર્યા છે અને શિક્ષકોએ લીધા છે. આ બાબતે મંડળીના ચેરમેન સુરતાન કટારાને પૂછતાં જણાવ્યું કે, મૌખિક પણ કોઈ શિક્ષક વ્યાજની વિગતો માંગે તો પ્રમાણપત્ર સ્વરૂપે કાગળમાં આપીએ પછી તેઓ દાખવાનો પ્રયોગ ક્યાં કરે છે એ ખબર ના હોય. આ બાબતે તત્કાલીન ટીપીઈઓ અતુલ ભાભોરને પૂછતાં જણાવ્યું કે, હા શિક્ષકોએ દાખલા રજૂ કર્યા હતા પરંતુ તેનાથી કોઈ રાહત ના મળી જાય. વાંચો નીચેના ફકરામાં ઘટસ્ફોટ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જો દાખવાની વિગતો એટલે કે મંડળીમાં વ્યાજ ભર્યાની વિગતો ઈન્કમટેક્સ રીટર્નમાં બતાવી ના શકાય તો આવા પ્રમાણપત્રો શું રજૂ થયા હશે ? આ બાબતે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બારીયાએ જણાવ્યું હતું કે, આવા દાખલા ઈન્કમટેક્સ રીટર્નમાં ના ચાલે, સાબરકાંઠા જિલ્લા ડીપીઇઓ પણ કહે છે કે, મારા નોલેજ મુજબ આવું થાય નહિ. તો પછી સંજેલી તાલુકાના તત્કાલીન ટીપીઈઓ અતુલ ભાભોરે સ્વિકાર કરેલ દાખલા રજૂ કેમ થયા ? હવે અહિં રાષ્ટ્રહિતમાં સૌથી મોટો સવાલ થાય કે, દાખલા રજૂ કરીને ઓનલાઇન રીટર્ન ફાઈલમા વિગતો બતાવી છે ? જો મંડળીમાં વ્યાજ ભર્યાની વિગતો બતાવી ઇન્કમટેક્સમાં હજારો લાખોની રાહત લીધી છે ? અથવા શું નીલ રીટર્ન ભરવામાં સફળતા મેળવી છે ? જો રાહત નથી મળતી અથવા આવા દાખલા મૂકવા વ્યાજબી નથી તો ટીપીઈઓએ સ્વિકાર કેમ કર્યા ? આવતાં રીપોર્ટમાં સૌથી મોટો ઘટસ્ફોટ જાણીએ.