આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, દાંતા

લોકડાઉનની વચ્ચે દાંતા મામલતદાર કચેરીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં કચેરીના કંટ્રોલરૂમમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. આગને લઇ મામલતદાર કચેરીનું વાયરિંગ બળીને ખાખ થઇ ગયુ હતુ. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી ઇલેક્ટ્રિક સપ્લાય બંધ થઇ જતાં આગ ઉપર કાબુ મેળવાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની દાંતા મામલતદાર કચેરીમાં આગનો બનાવ સામે આવ્યો છે. બપોરના સમયે અચાનક કચેરીના સર્વર રૂમમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ-સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ઘટનાને લઇ કચેરીના સ્ટાફ સહિતનામાં દોડધામનો માહોલ સર્જાયો હતો. જોકે કચેરીમાં ઇલેક્ટ્રિક સપ્લાય બંધ થઇ જતાં આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code