આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

દાંતીવાડા-ચંડીસર હાઇવે પર બુધવારે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગંભીર અકસ્માતમાં બાઇકસવાર બંને પતિ-પત્નિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. દાંતીવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

swaminarayan
advertise

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા-ચંડીસર હાઇવે પર નિલપુર ગામ પાસે ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને લઇ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, બાઇક સવાર બંને પતિ-પત્નિના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજતા પંથકમાં ગમગીનીનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે દાંતીવાડા પોલીસે મૃતકોને લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code