બ્રેકિંગ@ડીસા: ટ્રાફીકના અભાવ વચ્ચે એમ્બ્યુલન્સ-કાર ટકરાઇ, વિડીયો આવ્યો

અટલ સમાચાર,ડીસા કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે ડીસામાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસા સિવીલની એમ્બ્યુલન્સ અને ખાનગી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, એમ્બ્યુલન્સ પલટી મારી ગઇ હતી. તો કારના આગળના ભાગને પણ ભારે નુકશાન થયુ હતુ. માર્ગ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક
 
બ્રેકિંગ@ડીસા: ટ્રાફીકના અભાવ વચ્ચે એમ્બ્યુલન્સ-કાર ટકરાઇ, વિડીયો આવ્યો

અટલ સમાચાર,ડીસા

કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે ડીસામાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસા સિવીલની એમ્બ્યુલન્સ અને ખાનગી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, એમ્બ્યુલન્સ પલટી મારી ગઇ હતી. તો કારના આગળના ભાગને પણ ભારે નુકશાન થયુ હતુ. માર્ગ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બ્રેકિંગ@ડીસા: ટ્રાફીકના અભાવ વચ્ચે એમ્બ્યુલન્સ-કાર ટકરાઇ, વિડીયો આવ્યો

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@ડીસા: ટ્રાફીકના અભાવ વચ્ચે એમ્બ્યુલન્સ-કાર ટકરાઇ, વિડીયો આવ્યો

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારે ડીસા સિવીલની એમ્બ્યુલન્સ અને ખાનગી કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એમ્બ્યુલન્સ પલટી મારી જતાં ચાલક અને એક મહિલા ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, દર્દીને લઇને જઇ રહેલી એમ્બ્યુલન્સને કારને ટક્કર વાગતાં તે પલટી મારી ગઇ હતી. અકસ્માતને લઇ ચાર રસ્તે ફરજ પરનો પોલીસ સ્ટાફ સહિતના લોકો દોડી આવ્યા હતા. સદનસીબે કારમાં બેઠેલા લોકોને કોઇ ઇજાઓ પહોંચી ન હતી.  સ્થાનિક ચર્ચાઓ મુજબ એમ્બ્યુલન્સ ચાલક અને અંદર બેઠેલા મહિલા દર્દીને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બ્રેકિંગ@ડીસા: ટ્રાફીકના અભાવ વચ્ચે એમ્બ્યુલન્સ-કાર ટકરાઇ, વિડીયો આવ્યો