બ્રેકિંગ@ડીસા: લોકડાઉનમાં વેપારીએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવતા ચકચાર
અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી) કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે ડીસામાં વેપારીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. ગઇકાલે મોડીરાત્રે તેમને ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હોવાનું સામે આવતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
Apr 28, 2020, 10:37 IST

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી)
કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે ડીસામાં વેપારીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. ગઇકાલે મોડીરાત્રે તેમને ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હોવાનું સામે આવતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના ડીસામાં વેપારીએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા ખળભળાટ મચી ગયો છે. ડીસામાં કનૈયા માર્બલની ઓફીસમાં વેપારીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક વેપારીનું નામ વિનોદ અગ્રવાલ હોવાનું સામે આવ્યુ છે. આ સાથે આર્થિક મંદી અને ઘરકંકાસથી કંટાળી વેપારીએ આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે.