આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બટાકા નગરી ડીસા નજીકથી બટાકા ભરીને જતું ટ્રેક્ટર બનાસ પુલ પાસે ટ્રક સાથે ટકરાઇ ગયુ હતુ. જેનાથી હાઇવેની એક તરફ ભારેખમ ટ્રાફીકથી વાહનોની લાંબી કતારો લાગી હતી. ટ્રેક્ટર અને ટ્રક વચ્ચેના અકસ્માતથી બટાકા વેર-વિખેર થવા સાથે ટ્રોલી પલટી મારી ગઇ હતી. જેના પગલે હાઇવે પર કલાકો સુધી ટ્રાફીકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં વાહનચાલકો ભારે દોડધામની વચ્ચે લાંબો સમય માર્ગ પર ફસાઇ જતાં ત્રાહિમામ્ બન્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા પાસેથી ટ્રોલીમાં બટાકા ભરીને જતું ટ્રેક્ટર અકસ્માતનો ભોગ બન્યુ હોવાનું સામે આવ્યુ છે. બનાસપુલ પાસે હાઇવે પર ટ્રક સાથે ટક્કર થતાં ટ્રેક્ટર સહિત ટ્રોલી પલટાઇ ગઇ હતી. જેનાથી બટાકાના કોથળા હાઇવે પર પથરાઇ જતાં તમામ દ્રશ્યો ચોંકાવનારા બન્યા હતા. અકસ્માતને પગલે ટ્રેક્ટર સ્થળ પર પહોંચે તે પહેલા ભારેખમ નુકશાની વચ્ચે ટ્રકની નિશાને આવ્યુ હતુ. જેનાથી હાઇવે પર લાંબો સમય ટ્રાફીકજામ થતાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હાઇવે પર કલાકો સુધી એકમાર્ગીય પરિવહન રહેતા ફસાયેલા વાહનોનો ચિતાર બતાવવા વિડીયો ઉતારી લેવાયો હતો. ઘટનાનો અને તેના દ્રશ્યો ટ્રાફીકજામની ચોંકાવનારી સ્થિતિ બતાવી રહ્યા છે. અકસ્માતને પગલે સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code