આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

લોકડાઉનમાં ડીસા પાસે વહેલી સવારે ભયંકર અકસ્માત સર્જાયો હતો. કોરોના મહામારીને લઇ અમદાવાદથી ડીસા તરફ જઇ રહેલી કારને રસાણા પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો એ કારચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાને લઇ સ્થાનિક દ્રારા ઇજાગ્રસ્તોને બહાર નિકાળવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ સાથે ચાર ઇસજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવીલમાં ખસેડવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના રસાણા પાસે વહેલી સવારે ગંભીર દુર્ઘટના બની હતી. અમદાવાદથી ડીસા તરફ આવી રહેલા પરિવારને રસાણા પાસે ઉભી રહેલા ટ્રકની પાછળ કાર ઘુસી જતાં ભયંકર અકસ્માત નડ્યો હતો. કોરોનાને લઇ લોકડાઉન હોવા છતાં અકસ્માતની ઘટનાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે.

પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ જબરારામ માળી હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતમાં ગાડીનો આગળનો ભાગ ભાંગીને ભુક્કો થઇ ગયો હતો. આ સાથે ગાડીમાં બેસેલા એક મહિલા સહિત અન્ય ત્રણ મળી કુલ ચાર લોકોને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે મોકલી દેવાયા હતા. બાદમાં ઇજાગ્રસ્તોની હાલત અત્યંત ગંભીર હોવાથી તમામને વધુ સારવાર અર્થે પાલનુપર ખસેડવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code