ecidend bjp member
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા

બનાસકાંઠા જિલ્લાના ભાજપી નેતાને અકસ્માત નડ્યો છે. જેમાં તેઓને ભારે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં કાર્યકરોને જાણ થતાં તાબડતોડ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને ખબર અંતર પુછ્યા છે.

મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસીયાની ગાડીને અકસ્માત નડ્યો છે. જેઓ ડીસામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ સમયે લોરવાડા પાસે પહોંચ્યા હતા. જ્યાં એકાએક મહામંત્રીની ગાડી આગળ નીલગાય આવી જતાં ડ્રાઈવરનો ગાડી પરનો કાબૂ ગુમાવી બેઠા અને અકસ્માત સર્જાયો હતો. જેમાં મહામંત્રી ભારતસિંહ ભટેસીયા તેમજ ડ્રાઈવર બન્ને ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

અકસ્માતના સમાચાર મળતાં જ તુરંત ધારાસભ્ય શશીકાંત પંડ્યા તેમજ પાર્ટીના કાર્યકરો હોસ્પિટલ દોડી આવ્યા હતા. અને ઈજાગ્રસ્ત નેતા અને તેમના ડ્રાઈવરના ખબર અંતર પૂછ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code