બ્રેકિંગ@દિલ્હી: લાલ કિલ્લા પાસે કારમાં ભયાનક વિસ્ફોટ બાદ આગ લાગતા મચી અફરાતફરી

 
ઘટના
વિસ્ફોટનું કારણ હજી સુધી સામે આવ્યું નથી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક મોટી ઘટના સામે આવી છે. અહીં ઊભેલી એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી છે. વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગ્યા બાદ આસપાસ ઊભેલી અન્ય બે કાર પણ બળીને ખાક થઈ ગઈ હતી. આ ઘટનામાં બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટની જાણ થતા જ ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો છે.

દિલ્હી પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.લાલ કિલ્લો વિસ્તાર અને તેની નજીક આવેલું ચાંદની ચોક માર્કેટ દિલ્હીના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનું એક છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો અહીં ખરીદી અને અવરજવર માટે આવતા હોય છે. વિસ્ફોટનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરેક બાબતોની તપાસ કરી રહી છે. હાલમાં ઈજાગ્રસ્તો નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.