બ્રેકિંગ@દિલ્લી: ટ્રેક્ટર રેલીને લઈ આંદોલનકારીએ પોલીસ બેરીકેડ તોડતાં દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક પ્રજાસત્તાક દિન નિમિત્તે ખેડુતો ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ટ્રેક્ટર રેલી નીકાળી રહ્યા છે. આપેલા સમય પહેલા જ ખેડુતોએ સિંઘુ અને ટીકરી બોર્ડર જેવી સીમાઓ પર બેરિકેડ તોડી નાખ્યા હતા. પોલીસે અગાઉ દાવો કર્યો હતો કે, દિલ્હી આવનારી તમામ સરહદ સીલ કરી દેવામાં આવી છે. પરંતુ ખેડુતોના હંગામાંના કારણે પોલીસ માટે
 
બ્રેકિંગ@દિલ્લી: ટ્રેક્ટર રેલીને લઈ આંદોલનકારીએ પોલીસ બેરીકેડ તોડતાં દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પ્રજાસત્તાક દિન નિમિત્તે ખેડુતો ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ટ્રેક્ટર રેલી નીકાળી રહ્યા છે. આપેલા સમય પહેલા જ ખેડુતોએ સિંઘુ અને ટીકરી બોર્ડર જેવી સીમાઓ પર બેરિકેડ તોડી નાખ્યા હતા. પોલીસે અગાઉ દાવો કર્યો હતો કે, દિલ્હી આવનારી તમામ સરહદ સીલ કરી દેવામાં આવી છે. પરંતુ ખેડુતોના હંગામાંના કારણે પોલીસ માટે શાંતિ બનાવી રાખવી એ એક પડકાર સાબિત થઈ રહ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અગાઉ, પોલીસે માહિતી આપી હતી કે, રેલીના કારણે ગાઝિયાબાદથી દિલ્હી સુધીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. કોઈપણ સરહદથી દિલ્હી પ્રવેશની મંજૂરી રહેશે નહીં. તે જ સમયે, ખેડુતોના એક સંગઠને રેલીના માર્ગ પર અસંમતિ વ્યક્ત કરી હતી અને જુદા જુદા માર્ગથી પરેડ કાઢવાનુ કહ્યું છે. આ ઉપરાંત આનંદ વિહાર, સૂર્ય નગર, અપ્સરા બોર્ડર અને ભોપુરા બોર્ડરને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. દિલ્હી ટ્રાફિક પોલીસે ખેડૂતોના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને એક એડવાઈજરી જાહેર કરી હતી. જેમાં વઝીરાબાદ રોડ, આઈએસબીટી રોડ, જીટી રોડ, પુષ્ટા રોડ, વિકાસ માર્ગ, એનએચ -24, રોડ નંબર 57 અને નોઇડા લિન્ક રોડ ઉપર ભારે ટ્રાફીક છે એટલે આ રસ્તાઓનો ઉપયોગ કરવાનુ ટાળવુ જોઈયે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ટ્રેક્ટર રેલીના એક દિવસ પહેલા કિસાન મજદુર સંઘર્ષ સમિતિએ જાહેરાત કરી હતી કે, યુનાઇટેડ કિસાન મોરચા અને પોલીસ દ્વારા નક્કી કરાયેલા ટ્રેક્ટર પરેડના માર્ગ પર તે સહમત નથી. સંગઠને કહ્યું છે કે તેઓ દિલ્હીના બહારવાળા રિંગરોડ પર જશે. જેના કારણે પોલીસ સાથે તેમની ઘર્ષણની સંભાવના વધી રહી છે. ખેડૂતોના સંગઠનો સાથે બેઠક બાદ પોલીસે સરહદ પર ત્રણ સ્થળોએ જડબેસલાક તૈનાતી ગોઠવી છે. દિલ્લીની વિવિધ બોર્ડરો ઉપર ખેડુતોને પ્રવેશવા નહી દેતાં તેમને બેરીકેડ તોડી નાંખ્યા હતા. જેથી ઘર્ષણ પેદા થયુ હતુ. રાજપથની સશસ્ત્રો દળોની પારંપારિક પરેડ બાદ ખેડુતોની ટ્રેક્ટર રેલીને મંજુરી આપી હતી. જેમાં કહેવાયુ હતુ કે, દિલ્લીના ત્રણ ભાગોમાં રિંગ રોડ સુધી આયોજીત કરવામાં આવશે.