બ્રેકિંગ@દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પુર્વ CM શિલા દિક્ષિતનું નિધન

અટલ સમાચાર,ડેસ્ક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતનું નિધન થયું છે. શિલા દિક્ષિતનું 81 વર્ષની વયે નિધન થયું છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં શનિવારે બપોરે તેમનું નિધન થયું છે. Former Delhi Chief Minister & Congress
 
બ્રેકિંગ@દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પુર્વ CM શિલા દિક્ષિતનું નિધન

અટલ સમાચાર,ડેસ્ક

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતનું નિધન થયું છે. શિલા દિક્ષિતનું 81 વર્ષની વયે નિધન થયું છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં શનિવારે બપોરે તેમનું નિધન થયું છે.

સૂત્રો અનુસાર, શિલા દિક્ષિતનું નિધન હૃદય રોગના હુમલાના કારણે થયું છે. તેમની સારવાર દિલ્હીના એક્સકોર્ટ હોસ્પિટલમાં ચાલી રહી હતી. શિલા દિક્ષિત ડિસેમ્બર 1998થી ડિસેમ્બર 2013 સુધી દિલ્હીના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચુક્યા હતા. મુખ્યમંત્રી રહ્યા બાદ શિલા દિક્ષિત કેરળના રાજ્યપાલ પણ રહી ચુક્યા હતા.