આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર) 

દિયોદરમાં રેલ્વે ફાટક પાસે યુવતિએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. શનિવારે સવારે યુવતિએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. દિયોદર પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લામાં ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરવાનો સીલસીલો યથાવત છે. ત્યારે શનિવારે દિયોદર તાલુકાની લુદ્રા ગામની યુવતિએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ દિયોદર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.

24 Sep 2020, 11:47 AM (GMT)

COVID-19 Global Stats

32,389,290 Total Cases
986,946 Death Cases
23,898,556 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code