બ્રેકિંગ@દિયોદર: મામલતદારના રિમાન્ડ મંજૂર, શંકાસ્પદ સ્ટાફની પૂછપરછ થશે

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) દિયોદર મામલતદાર લાંચ લેતા ઝડપાઇ ગયા બાદ એસીબીએ તપાસ તેજ કરી છે. જેમાં સનસનાટી પ્રસરી જાય તેવી વિગતો સામે આવી રહી છે. પૂછપરછમાં મામલતદારનો ડ્રાઈવર હપ્તા ઉઘરાવતો, નાયબ મામલતદારોએ રકમ જમા કરાવી હતી તેમજ ઘરેથી પણ સરેરાશ બે લાખ મળી આવ્યા છે. આ તમામ ગતિવિધિ વચ્ચે હવે સ્ટાફની પણ પૂછપરછ
 
બ્રેકિંગ@દિયોદર: મામલતદારના રિમાન્ડ મંજૂર, શંકાસ્પદ સ્ટાફની પૂછપરછ થશે

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

દિયોદર મામલતદાર લાંચ લેતા ઝડપાઇ ગયા બાદ એસીબીએ તપાસ તેજ કરી છે. જેમાં સનસનાટી પ્રસરી જાય તેવી વિગતો સામે આવી રહી છે. પૂછપરછમાં મામલતદારનો ડ્રાઈવર હપ્તા ઉઘરાવતો, નાયબ મામલતદારોએ રકમ જમા કરાવી હતી તેમજ ઘરેથી પણ સરેરાશ બે લાખ મળી આવ્યા છે. આ તમામ ગતિવિધિ વચ્ચે હવે સ્ટાફની પણ પૂછપરછ કરાશે.

બ્રેકિંગ@દિયોદર: મામલતદારના રિમાન્ડ મંજૂર, શંકાસ્પદ સ્ટાફની પૂછપરછ થશે
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મામલતદાર લાંચ કેસમાં ઝડપાયા બાદ કોર્ટે આજે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં મંગળવારે પૂછપરછ દરમ્યાન મામલતદારે રૂપિયા 61,000નો ફોડ પાડ્યો છે. જેમાં રૂપિયા 31,000 મધ્યાહન ભોજન શાખાના નાયબ મામલતદાર દ્વારા કચેરીમાં જમા કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. આ સાથે રૂપિયા 30,000 પુરવઠા નાયબ મામલતદાર મારફત કચેરીમાં જમા કરાવ્યાનું જણાવતાં ખળભળાટ મચી ગયો છે. એસીબી દ્વારા નાયબ મામલતદાર (મધ્યાહન ભોજન)ના બેન્ક ખાતાંમાં રૂપિયા 31,000 ભરીને આવ્યા હોવાનું જ્યારે પુરવઠા નાયબ મામલતદારની પૂછપરછ બાકી રહી છે.

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, 62 હજાર મામલતદારની ચેમ્બરમાંથી મળ્યા હતા. આ પછી તેમનાં ઘેર તપાસ કરતાં વધુ 1,82,000 મળી આવતાં મામલતદાર તેનો ખુલાસો કરી શક્યા નથી. સમગ્ર ઘટનાક્રમ દિવસભર રોમાંચક રહ્યો હોઇ કોર્ટ અને મામલતદાર કચેરી પાસે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. સૌથી મોટી વાત સામે આવી કે, લાંચ માટે મામલતદારે ડ્રાઈવરને હપ્તા ઉઘરાવવા ગોઠવી રાખ્યો હતો.

મામલતદારના સ્ટાફની પણ સઘન પૂછપરછ થશે

એસીબી લાંચિયા મામલતદારને ઝડપી લીધા બાદ કચેરીનો સ્ટાફ પણ રડારમાં આવ્યો છે. હપ્તા કોણ અને ક્યાંથી ઉઘરાવી કોને કોને ભાગબટાઇ મળતી હતી ? આ તમામ સવાલો માટે એસીબી આગામી સમયમાં મામલતદાર કચેરીના સ્ટાફની પૂછપરછ કરી શકે તેવું સામે આવ્યું છે.