બ્રેકિંગ@દેશ: હાઇકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આપ્યો આદેશ, શું છે સમગ્ર મામલો? જાણો

 
રાહુલ ગાંધી
રાહુલ ગાંધી પાસે બેવડી નાગરિકતા હોવાના આરોપો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમની પાસે બે દેશોના નાગરિકતા હોવાનો આક્ષેપ કરતી અરજી મામલે આજે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીએ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કેસની તપાસ કર્યા બાદ કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

ભાજપના કાર્યકર્તા દ્વારા દાખલ કરાયેલી અરજી પર લખનઉ બેંચે કહ્યું છે કે, રાહુલ ગાંધી પાસે બેવડી નાગરિકતા હોવાના આરોપોની તપાસ થવી જોઈએ. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને જાતે તપાસ કરવા અથવા કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ભાજપના કાર્યકર્તા એસ. વિગ્નેશ શિશિરે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવા માટે લખનઉની સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે 28 જાન્યુઆરીએ અરજી ફગાવતા અરજદાર નારાજ થયા હતા અને તેણે આદેશને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અરજી ફગાવનાર નીચલી કોર્ટનું માનવું હતું કે, તેઓ નાગરિકતાને લગતા કેસમાં નિર્ણય લેવા માટે સક્ષમ નથી.

કર્ણાટકના રહેવાસી અરજદારે અરજીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, ઑફિશિયલ સીક્રેટ્સ એક્ટ, ફૉરેનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટ હેઠળ આરોપ લગાવ્યા છે અને તેમણે FIR નોંધીને વિગતવાર તપાસ કરવાની માંગ કરી છે. અરજદારે સૌપ્રથમ સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે 17 ડિસેમ્બર-2025ના રોજ કેસને લખનઉ ટ્રાન્સફર કર્યો હતો. લખનઉ કોર્ટે અરજી ફગાવી દેતા અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.