બ્રેકિંગ@દેશ: સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું નિધન, સંગીત જગતમાં શોકનું મોજું

 
આશા ભોસલે
આવતીકાલે થશે અંતિમ સંસ્કાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતીય સંગીતની દુનિયાના અને કરોડો લોકોના પ્રિય ગાયિકા આશા ભોસલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 92 વર્ષની વયે તેમનું નિધન થયું હોવાનું પારિવારિક સૂત્રોએ જણાવ્યું છે. શનિવારે રાત્રે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યા બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા.1943માં પોતાની કારકિર્દી શરૂ કરનાર આશા ભોસલેએ 12 હજારથી વધુ ગીતો ગાઈને વિશ્વભરમાં નામના મેળવી હતી.

પૌરાણિક ભજનોથી લઈને આધુનિક પોપ સોંગ્સ સુધી, દરેક શૈલીમાં તેમણે પોતાનો જાદુ વિખેર્યો હતો. તેમના અવાજમાં એવી ખનક હતી કે જે દરેક પેઢીના હૃદયને સ્પર્શી જતી. આશાજીના નિધનના સમાચાર મળતા જ સંગીતકારો, બોલિવૂડ હસ્તીઓ અને રાજકીય નેતાઓમાં શોકની લહેર ફરી વળી છે. તેમના જવાથી ભારતીય સંગીત જગતમાં જે ખાલીપો પડ્યો છે તે ક્યારેય પુરી શકાય તેમ નથી. મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર આનંદ ભોસલેએ આ દુ:ખદ સમાચારની પુષ્ટિ કરી છે.