બ્રેકીંગ@દેશ: રાષ્ટ્રપતિએ કાર્યવાહક PM મોદીને નવી સરકાર રચવા આપ્યું નિમંત્રણ, NDA સંસદીય દળની બેઠક યોજાઈ

 
Pm modi
નરેન્દ્ર મોદીને ત્રીજી વખત સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યા છે. PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રોપતી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. સંસદના સેન્ટ્રલ હોલમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી, જેમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાજનાથ સિંહે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. લોકસભા ચૂંટણીમાં એનડીએને 293 જ્યારે ઈન્ડિયા એલાયન્સને 234 સીટો મળી છે. બહુમતીનો આંકડો 272 છે. આવી સ્થિતિમાં એનડીએના માર્ગમાં કોઈ અવરોધ નથી.

NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા પછી, બીજેપી નેતા નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. નરેન્દ્ર મોદી સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, અહીં તેમણે રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું અને ભગવાન જગન્નાથની તસવીર સાથે તેમનું સ્વાગત કર્યું. નવી બનેલી સરકારનો શપથ ગ્રહણ 9 જૂને યોજાનાર છે.

એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોના તમામ નેતાઓ હાજર રહ્યા હતા. નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર ઘણા દિગ્ગજો જોવા મળ્યા હતા.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે એનડીએના પક્ષોના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, એનસીપી ચીફ અજિત પવાર, એચડી કુમાર સ્વામી, ચિરાગ પાસવાન, એકનાથ શિંદે, સંજય ઝા, લલ્લન સિંહ અને બીજેપીના ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારા જીવનની દરેક ક્ષણ ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલા ભારતના બંધારણના મહાન મૂલ્યોને સમર્પિત છે.