આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠામાં રેલ્વે નીચે ઝંપલાવી આત્મહત્યા કરવાના બનાવો થોભવાનું નામ નથી લેતા. ભીલડી-ધાનેરા હાઇવે પર એક 35 વર્ષીય આશાસ્પદ યુવકે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટુંકાવી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા ધાનેરા પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ભીલડી-ધાનેરા રેલ્વે લાઇનમાં યાવરપુરા ગામના ગેનાજી ઠાકોર નામના 35 વર્ષીય આશાસ્પદ યુવકે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટુંકાવી લેતા ખળભળાટ મચી ગયો છે. ગેનાજી ઠાકોર વહેલી સવારે ઘરેથી બાઇક લઇને બહાર ગયા હતા અને બપોરે તેમને આત્મહત્યા કરી લેતા તેમના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

35 વર્ષીય આશાસ્પદ યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધાની જાણ ધાનેરા પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી મૃતક ગેનાજીની લાશને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઠાકોર સમાજના યુવકે આત્મહત્યા કરી હોવાની વાત વાયુ વેગે ફેલાઇ જતા ઠાકોર સમાજના ટોળેટોળા ઉમટી પડયા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code