બ્રેકિંગ@ધાનેરા: પોલીસને ધક્કો મારી લુંટનો આરોપી ફરાર, દોડધામ મચી

અટલ સમાચાર, ધાનેરા ધાનેરાની કોર્ટમાં મુદ્દત માટે આવેલો લુંટ અને દુષ્કર્મનો આરોપી ભાગી જવાની ઘટના સામે આવી છે. વિવિધ ગુનાના કેસ સંદર્ભે કોર્ટમાં મુદ્દત હોવાથી હાજરી આપવા આવેલો આરોપી પોલીસને ધક્કો મારી ભાગી જતા ચકચાર મચી ગઇ છે. પુર્વ તૈયારીના ભાગરૂપે ગણતરીની સેકંડોમાં પોલીસને ચકમો આપી આરોપી નજરસમક્ષ ફરાર થઇ ગયો હતો. ઘટનાને પગલે પોલીસ
 
બ્રેકિંગ@ધાનેરા: પોલીસને ધક્કો મારી લુંટનો આરોપી ફરાર, દોડધામ મચી

અટલ સમાચાર, ધાનેરા

ધાનેરાની કોર્ટમાં મુદ્દત માટે આવેલો લુંટ અને દુષ્કર્મનો આરોપી ભાગી જવાની ઘટના સામે આવી છે. વિવિધ ગુનાના કેસ સંદર્ભે કોર્ટમાં મુદ્દત હોવાથી હાજરી આપવા આવેલો આરોપી પોલીસને ધક્કો મારી ભાગી જતા ચકચાર મચી ગઇ છે. પુર્વ તૈયારીના ભાગરૂપે ગણતરીની સેકંડોમાં પોલીસને ચકમો આપી આરોપી નજરસમક્ષ ફરાર થઇ ગયો હતો. ઘટનાને પગલે પોલીસ ચોંકી જતાં તાત્કાલિક દોડધામ કરી હતી. જોકે રાત્રિનો સમય હોવાથી આરોપીની ચાલ સફળ રહી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં પોલીસ પકડમાંથી આરોપી ફરાર થઇ જતા ખળભળાટ મચી ગયો છે. ધાનેરા તાલુકાના ધુણસોલ ગામનો અલ્પેશ પંચાલ લુંટ, ચોરી અને દુષ્કર્મના કેસ સંદર્ભે આરોપી હોવાનો સામનો કરી રહ્યો છે. જેમાં આરોપી હાલ પાલનપુર સબજેલમાં કેદ હોવાથી કોર્ટમાં મુદ્દત માટે પોલીસ ધાનેરા લઇ આવી હતી. આ દરમ્યાન સ્ટેન્ડ પર બસમાં ચડતી વખતે આરોપી પળવારમાં પોલીસને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો. રાત્રિ હોઇ અંધારામાં પલાયન થઇ જતા પોલીસબેડામાં દોડધામ મચી ગઇ છે.

બ્રેકિંગ@ધાનેરા: પોલીસને ધક્કો મારી લુંટનો આરોપી ફરાર, દોડધામ મચી

સુત્રોએ જણાવ્યુ હતુ કે, લુંટ, ચોરી અને દુષ્કર્મના આરોપીની આજે કોર્ટમાં મુદ્દત હતી. જોકે પોલીસને ચકમો આપી આરોપી ફરાર થઇ જતા તેને પકડવા દોટ લગાવી હતી. આરોપી પકડમાં ન આવ્યો હોવાથી પોલીસે તાત્કાલિક અસરથી તેને શોધવા કાર્યવાહી હાથ ધરી છે. પોતાના હાથમાંથી અને નજરસમક્ષ આરોપી ફરાર થઇ જતાં બનાસકાંઠા જીલ્લા પોલીસ આલમમાં ભારે ચર્ચા ઉભી થઇ છે. હવે યુધ્ધના ધોરણે આરોપીને શોધવા કવાયત હાથ ધરવી પડી છે.