બ્રેકિંગ@ધાનેરા: જેલની જાળી તોડી ફરાર થયેલા ત્રણેય આરોપીઓ ઝડપાયા
અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી) ધાનેરાની સબજેલમાંથી એકસાથે ત્રણ કેદીઓ ફરાર થઈ ગયા બાદ ગણતરીના કલાકોમાં પોલીસે તેમને ઝડપી પાડ્યા છે. જોકે આજે સવારની ઘટના બાદ પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમે નાકાબંધી કરી દીધી હતી. બપોરના સમયે ત્રણેય ફરાર આરોપીઓને ધાનેરા તાલુકાના શિયા ગામની સીમમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
Apr 22, 2020, 17:37 IST

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)
ધાનેરાની સબજેલમાંથી એકસાથે ત્રણ કેદીઓ ફરાર થઈ ગયા બાદ ગણતરીના કલાકોમાં પોલીસે તેમને ઝડપી પાડ્યા છે. જોકે આજે સવારની ઘટના બાદ પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમે નાકાબંધી કરી દીધી હતી. બપોરના સમયે ત્રણેય ફરાર આરોપીઓને ધાનેરા તાલુકાના શિયા ગામની સીમમાંથી ઝડપી લેવામાં આવ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના ધાનેરાની સબજેલમાંથી ત્રણ કેદીઓ ફરાર થઈ ગયા હતા. આ ત્રણેય આરોપીઓ ઉપર એટ્રોસિટી, નાર્કોટિક્સ અને ચોરીના આરોપો હોવાથી પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. ઘટના બાદ પોલીસ અધિક્ષકની તકેદારી નીચે કામ કરતી ટીમે નરોત્તમ ઉર્ફે નપીયો, અશોક સાધુ અને પિન્ટુ વાઘેલા નામના કેદીની ધાનેરા તાલુકાના શિયા ગામેથી અટકાયત કરી હતી. ગણતરીના કલાકોમાં ફરાર આરોપીઓને ઝડપી પાડી પોલીસે જેલહવાલે કર્યા છે.