બ્રેકિંગ@ધાનેરા: રાયડા ખરીદીમાં અવ્યવસ્થાથી ખેડુતોનો હાઇવે પર ચક્કાજામ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠાના ધાનેરામાં શનિવારે ખેડુતોએ ચક્કાજામ કરતા ચકચાર મચી ગઇ છે. ખેડુતોને ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવા માટે બોલાવી તોલાટો ગાયબ થઇ જતા ખેડુતોએ ભારે રોષ સાથે ચક્કાજામ કરી હાઇવે બ્લોક કરી દેતા મુસાફરો અટવાઇ પડયા છે. ઘટનાની જાણ થતા ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી પરસ્થિતિ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો છે.
 
બ્રેકિંગ@ધાનેરા: રાયડા ખરીદીમાં અવ્યવસ્થાથી ખેડુતોનો હાઇવે પર ચક્કાજામ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠાના ધાનેરામાં શનિવારે ખેડુતોએ ચક્કાજામ કરતા ચકચાર મચી ગઇ છે. ખેડુતોને ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવા માટે બોલાવી તોલાટો ગાયબ થઇ જતા ખેડુતોએ ભારે રોષ સાથે ચક્કાજામ કરી હાઇવે બ્લોક કરી દેતા મુસાફરો અટવાઇ પડયા છે. ઘટનાની જાણ થતા ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી પરસ્થિતિ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો છે.

ધાનેરામાં ખેડુતોને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ગંજબજારના સત્તાધીશોએ મેસેજ કરી બોલાવ્યા હતા. જોકે પોતાના કામકાજ છોડી ગરીબ ખેડુતો ગંજબજાર આવ્યા ત્યારે ગંજબજારના તોલાટો નિલેશભાઇ પટેલ અને ગોડાઉન મેનેજર ડાભી તથા અન્ય એક જવાબદાર માણસ રફુચકકર થઇ જતા ખેડુતો રોષે ભરાયા હતા. આ અવ્યવસ્થાને લઇ ભારે હોબાળો મચી ગયો હતો. ભારે ચકકાજામ વચ્ચે સ્થાનિકો અને મુસાફરો અટવાઇ પડયા છે.

સમગ્ર મામલે પુરવઠા નાયબ મામલતદાર વિરમાભાઇએ જણાવ્યુ હતુ કે, તોલાટો ભાગી જવાના કારણે ખેડુતોએ ભારે હોબાળા કર્યો છે. આ અંગે જીલ્લા પુરવઠાને જાણ કરતા તેઓ તોલાટોને સંપર્ક કરવાનો પ્રયત્ન હાથ ધર્યો છે. વધુમાં જણાવ્યુ હતુ કે, બી.એસ.ખરાડી મામલતદાર ધાનેરા, પી.એસ.આઇ બરંડાએ હાલમાં ખેડુતોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.