અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)
ધાનેરા પંથકમાં આવેલી રેલ નદીમાં સોમવારે સવારે પાણી છોડવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રેલ નદીમાં તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યુ હતુ. જેને લઇ આસપાસના ગ્રામજનોને નદી પાસે ન જવા સુચના અપાઇ છે. મહત્વનું છે કે, 2015 અને 2017માં આ જ રેલ નદીએ તબાહી સર્જી હતી.
બનાસકાંઠા જીલ્લાના ધાનેરા પંથકમાંથી પસાર થતી રેલ નદી ફરી સજીવન બની છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સોમવારે નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે.
તંત્ર દ્વારા રેલ નદીમાં પાણી છોડવામાં આવતા સુકાઇ ગયેલી નદીમાં ફરી પ્રાણ ફુંકાયો હોય તેવું દેખાઇ રહયુ છે. તંત્ર દ્વારા નદી વિસ્તાર તથા આસપાસના ગ્રામજનોને નદી પાસે ન જવા સુચના આપી એલર્ટ કરાયા છે.