આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ધનસુરા

કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે ગુજરાતમાં કુલ પોઝિટીવ દર્દીઓનો આંકડો 2000ને પાર થઇ ગયો છે. ધનસુરા 28 વર્ષના યુવાનનો રીપોર્ટ પોઝિટીવ આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં યુવક અમદાવાદમાં નોકરી કરતો હતો અને શનિવારે પરત ફરતા તેનું સેમ્પલ લેવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. જોકે આજે તેનો રીપોર્ટ પોઝિટીવ આવતા વધુ એક યુવક સંક્રમણનો શિકાર બન્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લા ધનસુરામાં એક યુવક કોરોના સંક્રમણનો શિકાર બન્યો છે. ગત દિવસોએ અમદાવાદથી પરત ફરેલા યુવકનું સેમ્પલ લીધા બાદ આજે રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કલેકટર દ્વારા ધનસુરા સહિત ના આસપાસ ના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ જોન જાહેર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ગ્રામપંચાયત દ્વારા સંક્રમણ વધુ ના ફેલાય તે માટે તકેદારીના ભાગરૂપે ગામમાં પ્રવેશવા ના મુખ્ય રસ્તા સહિત ના તમામ રસ્તાઓ, શેરી- મહોલ્લાઓ સિલ કરી દેવામાં આવ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જે યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે, તેના રહેણાંક વિસ્તાર તેમજ તેના આસપાસના તમામ વિસ્તારને પંચાયત દ્વારા સિલ કરી દેવામાં આવ્યો છે. આ સાથે લોકોની તમામ પ્રકારની અવર-જવર બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ ધનસુરામાં કરિયાણા અને શાકભાજી સહિતના તમામ બજારો હાલ પૂરતા બંધ રાખવા માટે પણ આદેશો કરાયા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code