બ્રેકિંગ@ધનસુરા: પીકઅપ ડાલાની ટક્કરે ઇકો પલટી, 9 વર્ષના માસૂમનું મોત 

અટલ સમાચાર,ઘનસુરા ધનસુરા હાઇવે ઉપર પીકઅપ ડાલા અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પીકઅપ ડાલાની ટક્કરથી ઇકો કાર પલટી મારી જતાં 9 વર્ષના માસૂમ બાળકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. બે બહેનાનો એકના એક ભાઇના મોતથી પરિવારજનો ઘેરા શોકમાં
 
બ્રેકિંગ@ધનસુરા: પીકઅપ ડાલાની ટક્કરે ઇકો પલટી, 9 વર્ષના માસૂમનું મોત 

અટલ સમાચાર,ઘનસુરા 

ધનસુરા હાઇવે ઉપર પીકઅપ ડાલા અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પીકઅપ ડાલાની ટક્કરથી ઇકો કાર પલટી મારી જતાં 9 વર્ષના માસૂમ બાળકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. બે બહેનાનો એકના એક ભાઇના મોતથી પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@ધનસુરા: પીકઅપ ડાલાની ટક્કરે ઇકો પલટી, 9 વર્ષના માસૂમનું મોત 

અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના શાંતિપુરા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. પીકઅપ ડાલા અને ઇકો વચ્ચેના અકસ્માતમાં સરડી ગામના એક માસૂમ જીંદગીનો ભોગ લેવાયો છે. સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે, પીકઅપ ડાલુ ભારે સ્પિડમાં હોવાથી તેની ટક્કર વાગવાથી ઇકો ફંગાળાઇ હતી. જોકે ઇકોમાં બેઠેલા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો અને માસૂમ કિશોરનુ મોત થતાં ચકચામ મચી ગઇ છે.

બ્રેકિંગ@ધનસુરા: પીકઅપ ડાલાની ટક્કરે ઇકો પલટી, 9 વર્ષના માસૂમનું મોત 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઉત્તર ગુજરાતમાં ટ્રક અને મોટા વાહનો બેફામ બન્યા હોવાથી વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. આજે સવારે કામ અંગે ઇકોમાં નીકળેલા પરિવારને શાંતિપુરા નજીક અકસ્માત નડ્યો છે. બે બહેનાના એકના એક ભાઇના મોતથી બહેનો સહિત પરિવારજનો માથે આભ ફાટી પડ્યુ છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.