બ્રેકિંગ@ધનસુરા: ગુમ વિદ્યાર્થીની મળી લાશ, મહિલાએ પતિ બાદ પુત્ર પણ ગુમાવ્યો

અટલ સમાચાર, ધનસુરા ધનસુરા પંથકમાંથી છેલ્લા ચાર દિવસથી ગુમ વિદ્યાર્થીની લાશ કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી ગઇ છે. વિદ્યાર્થીની માતાએ ચાર દિવસ પહેલા તેના અપહરણની ફરિયાદ થઈ હતી. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ચાર મહિના પહેલા પતિ અને હવે પુત્રને
 
બ્રેકિંગ@ધનસુરા: ગુમ વિદ્યાર્થીની મળી લાશ, મહિલાએ પતિ બાદ પુત્ર પણ ગુમાવ્યો

અટલ સમાચાર, ધનસુરા

ધનસુરા પંથકમાંથી છેલ્લા ચાર દિવસથી ગુમ વિદ્યાર્થીની લાશ કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી ગઇ છે. વિદ્યાર્થીની માતાએ ચાર દિવસ પહેલા તેના અપહરણની ફરિયાદ થઈ હતી. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ચાર મહિના પહેલા પતિ અને હવે પુત્રને પણ ગુમાવી દેતા વિધવામાં ના આંસૂ આંખમાં સમાતા ન હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બ્રેકિંગ@ધનસુરા: ગુમ વિદ્યાર્થીની મળી લાશ, મહિલાએ પતિ બાદ પુત્ર પણ ગુમાવ્યો

અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના ખિલોડીયા ગામનો 15 વર્ષનો કિશોર ચાર દિવસથી ગાયબ હતો. આ કિશોરના પિતાનું ચાર મહિના પહેલા જ હૃદયરોગનાં હુમલાથી મોત નિપજ્યું હતું. જતીનસિંહ ઉર્ફે ગફુર (ઉ.વ. 15) સોમવારે શાળામાં ગયા પછી તેના ગામના મિત્ર અને સાથે ભણતા શક્તિસિંહ સાથે શાળામાંથી વહેલા નીકળી ગયો હતો. જે બાદ ચાલતા ચાલતા ગામની કેનાલ પાસે પહોંચતા જતીને વહેલા ઘરે જતા પરિવારજનો બોલશે તેવું જણાવીને પુલીયા નજીક ગરનાળા પર બેસી ગયો હતો. ત્યારબાદ પુત્ર ઘરે નહિ પહોંચતા માતાએ ફરીયાદ નોંધાવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કિશોર ગત સોમવારે શાળામાં ગયા પછી તેના ગામના મિત્ર શક્તિસિંહ સાથે શાળામાંથી વહેલા નીકળી ગયો હતો. જોકે ત્યાર બાદ ચાલતા-ચાલતા ગામની કેનાલ પાસે પહોંચતા જતીને વહેલા ઘરે જતા પરિવારજનો બોલશે તેવું જણાવીને પુલીયા નજીક ગરનાળા પર બેસી ગયો હતો. મોડી સાંજ સુધી પુત્ર ઘરે નહિ આવતા માતાએ તેના અપહરણની ફરીયાદ નોંધાવી હતી. આજે કેનાલમાંથી કિશોરની લાશ મળતાં માતા ઉપર આભ ફાટી પડ્યુ છે.