બ્રેકિંગ@ધ્રાંગધ્રાઃ ગુજરવદી ગામે 98 ઘેટાઓના મોત, સરકાર પાસે મદદની માંગ

અટલ સમાચાર, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામે 98 ઘેટાઓના મોત થયા છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. તે માટે પશુ તેમજ માણસો પણ આ ગરમીમાં રહી નથી શકતા. ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામમાં રહેતા માલધારી પરિવારમાં 98 જેટલા ઘેટાના મોત થતા આ માલધારી પરિવાર ઉપર આફતનો માહોલ ઉભો થયો
 
બ્રેકિંગ@ધ્રાંગધ્રાઃ ગુજરવદી ગામે 98 ઘેટાઓના મોત, સરકાર પાસે મદદની માંગ

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામે 98 ઘેટાઓના મોત થયા છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. તે માટે પશુ તેમજ માણસો પણ આ ગરમીમાં રહી નથી શકતા. ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામમાં રહેતા માલધારી પરિવારમાં 98 જેટલા ઘેટાના મોત થતા આ માલધારી પરિવાર ઉપર આફતનો માહોલ ઉભો થયો છે.

માલધારી પરિવાર પાસે 125 ઘેટા છે. ગુજરવદી ગામમાં રહે છે અને આ ઘેટાને ચરાવવા માટે સીમમાં લઈ જાય છે. છેલ્લા 2 દિવસથી ગરમી વધુ પડતી હતી, જેનાલીધે આ ઘેટાના મોત થયા છે. માલધારી પરવાર જણાવે છે કે, આ ઘટન ગરમી પડવાથી થયેલ છે તેવું કહેવું છે માલધારી પરિવારનું.

બ્રેકિંગ@ધ્રાંગધ્રાઃ ગુજરવદી ગામે 98 ઘેટાઓના મોત, સરકાર પાસે મદદની માંગ

ગુજરવદી ગામના સરપંચ દ્વારા પશુપાલનના ડોક્ટરને આ ઘટનાની જાણ કરી હતી. પશુપાલન ડોક્ટર અને તેની ટીમ ઘટના સ્થળે પહુચતા તેમને મૃત પશુ ઘટનાની તપાસ કરતા મૃત પશુઓને વઢવાણ તાલુકાના નગરા ગામ પાસે દાટી દેવામાં આવ્યા હતા. તે જગ્યાએ જઈને મૃત ઘેટા ની તપાસ કરતા આ ઘેટાના મૃત્યુ એરંડા ખાવાથી થયા છે.આ ઘટનાની પ્રાથમિક તપાસ બાદ બહાર આવ્યું છે.

માલધારી કહે છે કે, અમે દરરોજ આ ઘેટાને ચરાવવા લઈ જતા હતા. દરરોજ આ એરંડા ખાતા હતા. 2 દિવસથી ગરમી વધુ હોવાથી આ ઘેટા ના મોત થયા છે. તેવું તેમનું કહેવું છે. હાલ તો આ માલધારી પરિવારનું મોટું નુકસાન થયુ છે. જો સરકાર દ્વારા મદદ મળે તો માલધારી પરિવારને આર્થિક ટેકો થાય અને તે માટે તેઓ માગણી કરી રહ્યા છે.