આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

બનાસકાંઠામાં ચોર તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહયો છે. દિયોદરમાં દિન-દહાડે એક ખેડૂતનું બાઇક ચોરી એ શખ્સો પલાયન થઇ જતા ચકચાર મચી ગઇ છે. ચોરતત્વો ભરબજારે કોઇની પણ બીક રાખ્યા વગર પળવારમાં ખેડુતનુ બાઇક લઇ પલાયન થઇ જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ભેસાણા ગામના ખેડૂત પટેલ હકમાભાઈ પોતાનુ બાઇક લઇ કામકાજ અર્થે દિયોદર આવ્યા હતા. આ દરમ્યાન તે પોતાનું બાઇક દુકાન આગળ ઉભુ રાખી થોડે દુર ગયા ત્યાં બે ચોર ઇસમો બાઇક પર આવી પળવારમાં તેમનું બાઇક ઉઠાવી પલાયન થઇ ગયા હતા. ઘટનાને લઇ પંથકના વેપારીઓ અને જનતામાં ચકચાર મચી જવા પામી છે.

દિયોદરમાં વારંવાર બાઇક ચોરીની ઘટના બનતી હોવાનુ લોકો જણાવી રહયા છે. બાઇકચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. તેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે પળવાર ચોર તત્વો બાઇક લઇને છુમંતર થઇ ગયા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code