બ્રેકિંગ@ભુકંપ: કચ્છની ધરા ધ્રુજી, 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

અટલ સમાચાર, ભુજ કચ્છ જીલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સોમવારે બપોરે પંથકમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 4.2ની નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 6 કીમી દૂર હોવાનું સામે આવ્યુ છે. આ આંચકો ભચાઉ ઉપરાંત રાપર, આદિપુર, ગાંધીધામ સુધી અનુભવાયો હતો. ભુકંપના આંચકાના કારણે રહીશો ઘરની બહાર
 
બ્રેકિંગ@ભુકંપ: કચ્છની ધરા ધ્રુજી, 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

અટલ સમાચાર, ભુજ

કચ્છ જીલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સોમવારે બપોરે પંથકમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 4.2ની નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 6 કીમી દૂર હોવાનું સામે આવ્યુ છે. આ આંચકો ભચાઉ ઉપરાંત રાપર, આદિપુર, ગાંધીધામ સુધી અનુભવાયો હતો. ભુકંપના આંચકાના કારણે રહીશો ઘરની બહાર દોડી ગયા હતા.

કચ્છમાં પાંચ જેટલી ફોલ્ટલાઇનો આવેલી હોવાથી અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આ ફોલ્ટલાઇન પૈકી વાગડ ફોલ્ટલાઇન સૌથી વધુ સક્રિય માનવામાં આવે છે. જેના કારણે આજે સોમવારે બપોરે 2.44 વાગ્યે 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વર્ષ 2001માં કચ્છમાં ગોજારો ભૂકંપ આવ્યો હતો. જેમાં અનેક જીંદગીઓનો ભોગ લેવાયો હતો. આ ભૂકંપ બાદ પંથકમાં સતત આંચકાઓ અનુભવાતાં રહે છે.