આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ઇડર હાઇવે પરના ગામે પૈસાની લેતી-દેતીમાં મામલો બિચક્યો હોવાનું સામે આવ્યુ છે. ફાઇનાન્સર અને પાર્ટી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને બબાલ થઇ હતી. આ દરમ્યાન ઉશ્કેરાઇ જઇને યુવકનું બાઇક આગને હવાલે કરી જાહેરમાં સળગાવી દેતાં ચકચાર મચી ગઇ છે. મારામારીમાં ઇજાગ્રસ્ત થતાં બે વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાઇવે પર બાઇક સળગાવી દીધાની ઘટનાને લઇ આસપાસના વેપારી સહિતના અવાક્ બની ગયા હતા.

સાબરકાંઠા જીલ્લાના ઇડરથી હિંમતનગર હાઇવે પર દરામલી ગામે પૈસાની ઉઘરાણીમાં યુધ્ધ છેડાઇ ગયુ હતુ. સ્થાનિક ફાઇનાન્સર અને પાર્ટી વચ્ચે નાણાંને લઇ છેલ્લા કેટલાક સમયથી વિવાદ હતો. આ દરમ્યાન શનિવારે દરામલી નજીક હાઇવે પર ભેગા થતાં બંને વચ્ચે શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી બાદ હાથાપાઇ થઇ હતી. જેમાં મારામારીને અંતે બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

ઝઘડા દરમ્યાન એક ઇસમે ઉશ્કેરાઇ જઇ યુવકનું બાઇક આગને હવાલે કરતાં અફરાતફરી સર્જાઇ હતી. જાહેરમાં બાઇક સળગાવી દેતાં ઘડીભરમાં ભસ્મિભૂત થયુ હતુ. ઘટનાને પગલે મારામારીમાં ઇજાગ્રસ્ત ઇસમોને હિંમતનગર સિવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ તરફ હાઇવે પર નજીકના લોકો એકઠાં થઇ ઝઘડાનું કારણ અને પરિણામને લઇ ચર્ચા કરવા લાગ્યા હતા. સમગ્ર મામલે જાણ થતાં જાદર પોલીસ સ્ટેશનની ટીમે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code