બ્રેકિંગ@તબાહીઃ સ્પેનમાં કોરોના વાયરસથી 24 કલાકમાં 738ના મોત

અટલ સમાચાર, ડેસ્ક સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે અજગરની જેમ ભરડો લીધો છે. વિશ્વની મહામારી સમાન આ રોગોના કારણે હવે યૂરોપના સ્પેન દેશમાં 24 કલાકમાં 738 મોત થતા હાહાકાર મચી ગયો છે. સ્પેનમાં કોરોના વાયરસે અત્યાર સુધીમાં 3434 લોકોનાં મોત થયા છે. અગાઉ ચીનમાં અને ત્યારબાદ વિશ્વમાં સૌથી વધુ મોત ઈટાલીમાં થયા છે. અટલ સમાચાર આપના
 
બ્રેકિંગ@તબાહીઃ સ્પેનમાં કોરોના વાયરસથી 24 કલાકમાં 738ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે અજગરની જેમ ભરડો લીધો છે. વિશ્વની મહામારી સમાન આ રોગોના કારણે હવે યૂરોપના સ્પેન દેશમાં 24 કલાકમાં 738 મોત થતા હાહાકાર મચી ગયો છે. સ્પેનમાં કોરોના વાયરસે અત્યાર સુધીમાં 3434 લોકોનાં મોત થયા છે. અગાઉ ચીનમાં અને ત્યારબાદ વિશ્વમાં સૌથી વધુ મોત ઈટાલીમાં થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસના કારણે ચીનમાં 3,281 લોકોનાં મોત થયા છે. સ્પેનમાં Covid-19ના પ્રથમ કેસથી લઈને બુધવારે સ્થાનિક સમયે 5.58 વાગ્યા સુધીમાં કુલ 47,0610 પોઝિટિવ કેસ નોંધાયા છે.3 સ્પેનના સ્વાસ્થ્ય વિભાગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે દેશમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં મંગળવાર અને બુધવારમાં એક જ દિવસમાં 20 ટકાની છલાંગ લાગી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સ્પેન દેશની રાજધાની મેડ્રિડમાં 14,587 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. મેડ્રિડમાં 1,825 લોકોનાં મોત થયા છે. એક માત્ર મેડ્રિડમાં જ દેશના 53 ટકા સંક્રમિતો અને મૃતકો હોવાના લીધે હાહાકાર મચી ગયો છે. સ્પેનમાં પણ ભારતની જેમ લોકડાઉન છે. સમગ્ર દેશમાં 14મી માર્ચથી રાષ્ટ્રીય લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં લૉકડાઉનના સંજોગોમાં પણ મોત અને પોઝિટિવ કેસનો આંકડો છલંગા લગાવી રહ્યો છે.