બ્રેકિંગ@ગાંધીનગર: કોરોના દર્દીએ 54 વ્યક્તિને ચેપ લગાવ્યો, ફરીયાદ નોંધાઇ

અટલ સમાચાર, ગાંધીનગર ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે. સોમવાર સુધી ગુજરાતમાં પોઝિટિવ કેસોની સંખ્યા 29 હતી. સુરત અને ગાંધીનગર ખાતેના બે-બે વ્યક્તિઓના કોરોના વાયરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ સ્થિતિમાં ગાંધીનગરમાં કોરોના વાયરસના કેસની માહિતી છુપાવનાર ચાર વ્યક્તિ સામે ગાંધીગરના કલેક્ટર કુલદીપ આર્યએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે ગાંધીનગર
 
બ્રેકિંગ@ગાંધીનગર: કોરોના દર્દીએ 54 વ્યક્તિને ચેપ લગાવ્યો, ફરીયાદ નોંધાઇ

અટલ સમાચાર, ગાંધીનગર

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે. સોમવાર સુધી ગુજરાતમાં પોઝિટિવ કેસોની સંખ્યા 29 હતી. સુરત અને ગાંધીનગર ખાતેના બે-બે વ્યક્તિઓના કોરોના વાયરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ સ્થિતિમાં ગાંધીનગરમાં કોરોના વાયરસના કેસની માહિતી છુપાવનાર ચાર વ્યક્તિ સામે ગાંધીગરના કલેક્ટર કુલદીપ આર્યએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે ગાંધીનગર સેક્ટર-21માં ઉમંદ પટેલ નામના રહેવાસી સામે ફરિયાદ નોધાવી છે.

ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્યએ જણાવ્યું કે ‘ઉમંગ પટેલ નામની વ્યક્તિ 16 તારીખે દુબઈથી આવ્યા હતા. તેઓ સ્થાનિક રીતે તેમના પરિવારને મળ્યા હતા અને લક્ષણો દેખાતા સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયા હતા. તેમને 20મી તારીખે દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે સંપર્ક કરેલા લોકોને પણ ચેક કરવામાં આવ્યા હતા. ગઈકાલે તેમના ફઈ-ફુવાના પોઝિટિવ કેસ આવ્યા છે જેમની માહિતી ઉમંગ પટેલે છુપાવી હતી. ઉમંગ પટેલ પ્રાથમિક તપાસમાં 54 વ્યક્તિને મળ્યો હતો. આ તમામનું સ્ક્રિનીંગ કર્યુ છે અને બે પોઝિટિવ આવ્યા છે. એ લોકો ઉમંગ ભાઈને મળ્યા તેની માહિતી આપી નહોતી.’