બ્રેકિંગ@ગુજરાતઃ કોરોના વાયરસના વધુ 2 કેસ પોઝિટિવ, કુલ 7 દર્દી

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા ગઈકાલે 2 હતી તે એક દિવસમાં જ વધીને આજે 7 થઈ ગઈ છે. અમદાવાદમાં એક જ દિવસમાં 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 2 મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. જ્યારે વડોદરાના બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાંથી
 
બ્રેકિંગ@ગુજરાતઃ કોરોના વાયરસના વધુ 2 કેસ પોઝિટિવ, કુલ 7 દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા ગઈકાલે 2 હતી તે એક દિવસમાં જ વધીને આજે 7 થઈ ગઈ છે. અમદાવાદમાં એક જ દિવસમાં 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 2 મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. જ્યારે વડોદરાના બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાંથી એક યુવતી ન્યૂયોર્કથી આવી હતી જ્યારે બીજી મહિલા ફિનલેન્ડથી અને યુવક લંડનથી આવ્યો હતો. જ્યારે વડોદરામાં જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમાંથી એક યુવાન સ્પેનથી આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે આવેલા 559 ટ્રાવેલર્સમાંથી 63ની સ્થિતિ શંકાસ્પદ જણાતા તેમને ભારત સરકારની ગાઈડલાઈન્સ મુજબ ક્વોરેન્ટાઈનમાં રખાયા હોવાનું જયંતિ રવિએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આમાંથી 492 ટ્રાવેલર્સને હોમ ક્વોરેન્ટાઈનમાં રખાયા છે એટલે તેમણે તેમના ઘરે આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ છતાં દરરોજે 2થી 5 લોકો હોમ ક્વોરેન્ટાઈનનો સરેરાશ ભંગ કરતા હોવાનું જણાયું છે. આવા લોકોને પછી ધરપકડ કરીને ફરજિયાત ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાં લઈ જવાય છે. હજી પણ વધુ લોકોને ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાં લઈ જઈ શકાય છે તેવી તેમણે શક્યતા દર્શાવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ અંગેની જાહેરાત કરતાં રાજ્યના આરોગ્ય વિભાગના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર કરાઈ છે. અગાઉ આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું છે કે, અત્યારસુધી ગુજરાતમાં જે પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તે બધા વિદેશથી આવેલી વ્યક્તિના છે, કોઈ લોકલ કે ડોમેસ્ટિક સિટિઝન કેસ પોઝિટિવ આવ્યો નથી.