બ્રેકિંગ@ગુજરાત: ‘મહા’ વાવાઝોડાથી રાજ્યમાં એલર્ટ, NDRFની 32 ટીમો તૈનાત

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાના સંભવિત ખતરા વચ્ચે દરિયા કિનારાના વિસ્તારોમાં એલર્ટ અપાયું છે. જ્યારે દીવમાં પ્રવાસીઓને બીચ છોડવા તંત્રે સૂચના આપી છે. પ્રાપ્ત માહિતી મુજબ દીવના દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. ઉપરાંત દીવમાં તમામ હોટલના બુકિંગ પણ બંધ કરવામાં આવ્યા છે. મહા વાવાઝોડાની અસરે દીવના દરિયામાંથી પ્રયટકોને ખાલી કરવામાં આવશે. ઉપરાંત
 
બ્રેકિંગ@ગુજરાત: ‘મહા’ વાવાઝોડાથી રાજ્યમાં એલર્ટ, NDRFની 32 ટીમો તૈનાત

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાના સંભવિત ખતરા વચ્ચે દરિયા કિનારાના વિસ્તારોમાં એલર્ટ અપાયું છે. જ્યારે દીવમાં પ્રવાસીઓને બીચ છોડવા તંત્રે સૂચના આપી છે. પ્રાપ્ત માહિતી મુજબ દીવના દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. ઉપરાંત દીવમાં તમામ હોટલના બુકિંગ પણ બંધ કરવામાં આવ્યા છે.

મહા વાવાઝોડાની અસરે દીવના દરિયામાંથી પ્રયટકોને ખાલી કરવામાં આવશે. ઉપરાંત દીવ કલેકટર મુલાકાત લે એવી પણ માહિતી સામે આવી છે. જોકે બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે મહા વાવાઝોડું અગાઉ કરતા નબળું પડ્યું છે અને તેનો ખતરો ઘટ્યો છે. પરંતુ ‘મહા’ વાવાઝોડું પોરબંદરથી 650 કિ.મી દૂર છે અને 7મી નવેમ્બરે વહેલી સવારે ગુજરાતને સ્પર્શશે એવી વકી છે. તેથી દીવ અને પોરબંદર વચ્ચે ‘મહા’ ટકરાઈ શકે છે. ગુજરાત પહોંચતા જ વાવાઝોડાની ઇન્ટેનસિટી વધી શકે છે. તેથી સમગ્ર ગુજરાતમાં 6 અને 7 નવેમ્બરે વ્યાપક વરસાદ થશે એવી આગાહી છે.

રાજ્યના તમામ બંદરો પર 2 નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે અને કરંટના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ સાથે રાજ્યમાં NDRFની 32 ટીમને એલર્ટ કરવામાં આવી છે. જ્યારે ગુજરાત બહારથી NDRFની 17 ટીમને બોલાવાઈ છે. દિલ્હીની 6, પંજાબની 6 અને મહારાષ્ટ્રની 5 NDRF ટીમો બોલાવાઈ છે.