બ્રેકિંગ@ગુજરાત: 9 IASની બદલી, ઉ.ગુ.માં આ જિલ્લાને મળ્યાં નવા કલેક્ટર, જુઓ એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળમાં ગુજરાતના 9 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગુજરાત અત્યારે કોરોના વાયરસના સંકટથી પસાર થઈ રહ્યું છે ત્યાં ગુજરાતના 9 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં બે જિલ્લાઓને નવા કલેક્ટર મળ્યા છે. IAS એ.એમ.શર્મા હવે ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવશે જ્યારે સાબરકાંઠા જિલ્લાને પણ નવા કલેક્ટર મળ્યા
 
બ્રેકિંગ@ગુજરાત: 9 IASની બદલી, ઉ.ગુ.માં આ જિલ્લાને મળ્યાં નવા કલેક્ટર, જુઓ એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળમાં ગુજરાતના 9 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગુજરાત અત્યારે કોરોના વાયરસના સંકટથી પસાર થઈ રહ્યું છે ત્યાં ગુજરાતના 9 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં બે જિલ્લાઓને નવા કલેક્ટર મળ્યા છે. IAS એ.એમ.શર્મા હવે ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવશે જ્યારે સાબરકાંઠા જિલ્લાને પણ નવા કલેક્ટર મળ્યા છે. IAS એચ.કે.કોયાને સાબરકાંઠાના કલેકટર તરીકે જવાબદારી આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા-હિંમતનગરના કલેક્ટરની વધારાની જવાબદારી અત્યાર સુધી ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ નિભાવી રહ્યા હતા. જેમના સ્થાને હવે કલેક્ટર તરીકે એચ કે કોયા જવાબદારી સંભાળશે. એચ.કે.કોયા હાલમાં સુરત જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. આ સિવાય AM શર્માને ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે જવાબદારી આપવામાં આવી છે, આ પદની જવાબદારી અત્યારે હરજીભાઈ એડિશનલ ચાર્જ નિભાવી રહ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ સાથે જ રાજ્યના સાત IAS અધિકારીઓને વિવિધ જગ્યાઓ પર DDOની જવાબદારી આપી છે. જેમાં ડી.એસ.ગઢવીને સુરતના DDO, કે.એલ.બચાણીને ખેડાના DDO, ડી.ડી.કાપડિયાને વ્યારાના DDO, કે.ડી.લાખાણીની મહિસાગરના DDO તરીકે કરાઇ બદલી કરાઇ છે.

અધિકારીનું નામ અને પદ

  1. એ.એમ.શર્મા-ડાંગ કલેક્ટર
  2. એચ.કે.કોયા-સાબરકાંઠા કલેક્ટર
  3. ડી.ડી.કાપડિયા-વ્યારા DDO
  4. ડી.એસ.ગઢવી-સુરત DDO
  5. કે.એલ.બચાણી-ખેડાના DDO
  6. કે.ડી.લાખાણી-મહીસાગરના DDO
  7. પી.ડી.પલાસાણા-નર્મદા DDO
  8. રવિન્દ્ર ધ્યાનેશ્વર-સોમનાથ DDO
  9. એ.બી.રાઠોડ-ગોધરા DDO