આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ગાંધીનગર

ગુજરાતમાં કોરોના મહામારી કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકડાઉનને ધ્યાનમાં લઇને રાજ્યમાં આગામી 26મીએ યોજાનારી પોલીસ ઇન્સપેક્ટરની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આમ જ્યારે 14 એપ્રિલના રોજ લોકડાઉન પુર થવા જઇ રહ્યું છે ત્યારે 26મીની પરીક્ષા રદ્દ કરવાના નિર્ણયને લઇને લોકડાઉનની સમયમર્યાદામાં વધારાને લઇને અટકળો તેજ બની ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકડાઉનને ધ્યાનમાં લઇને રાજ્યમાં આગામી 26મીએ યોજાનારી પોલીસ ઇન્સપેક્ટરની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 26 એપ્રિલના રોજ GPSCદ્વારા લેવામાં આવનારી પોલીસ ઇન્સપેકટરની પરીક્ષ રદ કરવાની નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંકટના કારણે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ 29 માર્ચે રાજ્યમાં પીઆઇની પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો હતો. જો કે કોરોના વાયરસને લઇને જાહેર કરાયેલા લોકડાઉનના કારણે 29મી માર્ચે પણ પરીક્ષા રદ્દ કરાઇ હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. ગુજરાત માં કોરોના વાઇરલ રોજેરોજ વધતો જાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code