બ્રેકિંગ@ગુજરાતઃ કુલ 623 કેસ, 3 વિભાગોને ઉદ્યોગો શરૂ કરવાની જવાબદારી સોંપી

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં અત્યારસુધીમાં 623 પોઝિટિવ કેસ નોંધાયા છે. લોકડાઉનને લઇને મુખ્યમંત્રી નિવાસ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઉદ્યોગ શરૂ કરવાની જવાબદારી ત્રણ વિભાગોને સોંપી છે. શ્રમ અને રોજગાર, ખાણ ખનીજ વિભાગ તથા GIDC અને કુટિર વિભાગને જવાબદારી સોંપી છે અને રાજ્યના અને રાજ્ય બહારના મજૂરો
 
બ્રેકિંગ@ગુજરાતઃ કુલ 623 કેસ, 3 વિભાગોને ઉદ્યોગો શરૂ કરવાની જવાબદારી સોંપી

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં અત્યારસુધીમાં 623 પોઝિટિવ કેસ નોંધાયા છે. લોકડાઉનને લઇને મુખ્યમંત્રી નિવાસ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઉદ્યોગ શરૂ કરવાની જવાબદારી ત્રણ વિભાગોને સોંપી છે. શ્રમ અને રોજગાર, ખાણ ખનીજ વિભાગ તથા GIDC અને કુટિર વિભાગને જવાબદારી સોંપી છે અને રાજ્યના અને રાજ્ય બહારના મજૂરો અંગે માહિતી માંગી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં 45 નવા કેસ નોંધાયા છે. જેમાંથી 31 કેસ અમદાવાદમાં, 9 સુરતમાં , 2 મહેસાણામાં તેમજ ભાવનગર, ગાંધીનગર અને દાહોદમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1996 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 79 પોઝિટિવ અને 1917 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં નવા 5 કેસ નોંધાયા છે, જોકે તેનો ઉલ્લેખ આરોગ્ય અગ્ર સચિવની પત્રકાર પરિષદમાં કરવામાં આવ્યો નથી, પરંતુ વડોદરાના કલેક્ટરે નવા પાંચ કેસ નોંધાયા હોવાનું જણાવ્યું છે.