આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. આજે બપોરે તેમની શપથવિધિ હોઇ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યાં છે. આજે અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુચ્છગુચ્છની તેમની આવકાર્યા હતા. આ સાથે તેમની સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના નવા મુખ્યમંત્રી અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. ભૂપેન્દ્ર પટેલ ઔડાના ચેરમેન રહી ચુક્યા છે અને એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે. આજે સોમવારે બપોરે 2.20 કલાકે ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય તરીકે શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોઇ તેઓનું ગણતરીની મીનીટો પહેલા અમદાવાદ એરપોર્ટ પર આગમન થયુ છે. આ સાથે સાથે શપથ સમારંભમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી બોસમ્માઇ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર ઉપસ્થિત રહેશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code