બ્રેકિંગ@ગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના બીજા દર્દીનું મોત, કુલ 8 થયા

અટલ સમાચાર, ડેસ્ક વડોદરામાં કોરોના વાયરસે વધુ એક દર્દીનો ભોગ લીધો છે. ગઈકાલે એક દર્દીના મોત બાદ 24 કલાકમાં બીજા દર્દીનું મોત થયું છે. ગોધરાના કોરોનાના દર્દી અબ્દુલ હકીમ પટેલનું મોડી રાત્રે મોત નિપજ્યું છે. ગુરુવારની મોડી રાત્રે સારવાર દરમિયાન તેઓએ દમ તોડ્યો હતો. દર્દીનો બે દિવસ પહેલા જ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 78
 
બ્રેકિંગ@ગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના બીજા દર્દીનું મોત, કુલ 8 થયા

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરામાં કોરોના વાયરસે વધુ એક દર્દીનો ભોગ લીધો છે. ગઈકાલે એક દર્દીના મોત બાદ 24 કલાકમાં બીજા દર્દીનું મોત થયું છે. ગોધરાના કોરોનાના દર્દી અબ્દુલ હકીમ પટેલનું મોડી રાત્રે મોત નિપજ્યું છે. ગુરુવારની મોડી રાત્રે સારવાર દરમિયાન તેઓએ દમ તોડ્યો હતો. દર્દીનો બે દિવસ પહેલા જ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 78 વર્ષના દર્દી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. રિપોર્ટ પોઝિટિવ આવતા પહેલા દર્દી બે ખાનગી હોસ્પિલમાં સારવાર લઈને આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગઈકાલે ગુરુવારે વહેલી સવારે વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું હતું. શ્રીલંકાથી આવેલા આ દર્દીએ કોરોના સામે લાંબી લડત આપી હતી. જેના બાદ આ ઉંમરલાયક દર્દીનું મોત નિપજ્યું હતું. શ્રીલંકાથી આવેલ આ વૃદ્ધને કારણે તેમના પરિવારના ચાર લોકોને કોરોનાના ચેપ લાગ્યો હતો. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 88 પર પહોંચી ગઈ છે. આ માહિતી રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપી છે.

અમદાવાદ – 31 કેસ,
વડોદરા – 9 કેસ,
સુરત – 12 કેસ,
રાજકોટ – 10 કેસ
ગાંધીનગર – 11 કેસ
ભાવનગર – 7 કેસ
પોરબંદર – 3
કચ્છ-મહેસાણા-પંચમહાલ 1-1-1 કેસ
ગીર-સોમનાથ – 2 કેસ