બ્રેકિંગ@ગુજરાત: APL-1 કાર્ડધારકોને આ તારીખથી મળશે મફત સરકારી અનાજ

અટલ સમાચાર,ગાંધીનગર ગુજરાત સરકારે બીપીએલ કાર્ડ ધારકોને મફતમા રેશન કાર્ડ પર આપેલા અનાજ બાદ APL-1ના 60 લાખ કાર્ડધારકોને મફતમા અનાજ વિતરણ કરવાની જાહેરાત કરી હતી. જે મુજબ આજે કરેલી જાહેરાત મુજબ APL-1ના 60 લાખ કાર્ડધારકોને 13 એપ્રિલથી નિયત કરાયેલી રેશન કાર્ડની દુકાનમાંથી મફતમા નક્કી કરાયેલો અનાજનો જથ્થો વિના મુલ્યે આપવામાં આવશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું
 
બ્રેકિંગ@ગુજરાત: APL-1 કાર્ડધારકોને આ તારીખથી મળશે મફત સરકારી અનાજ

અટલ સમાચાર,ગાંધીનગર

ગુજરાત સરકારે બીપીએલ કાર્ડ ધારકોને મફતમા રેશન કાર્ડ પર આપેલા અનાજ બાદ APL-1ના 60 લાખ કાર્ડધારકોને મફતમા અનાજ વિતરણ કરવાની જાહેરાત કરી હતી. જે મુજબ આજે કરેલી જાહેરાત મુજબ APL-1ના 60 લાખ કાર્ડધારકોને 13 એપ્રિલથી નિયત કરાયેલી રેશન કાર્ડની દુકાનમાંથી મફતમા નક્કી કરાયેલો અનાજનો જથ્થો વિના મુલ્યે આપવામાં આવશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે આગામી 13 એપ્રિલ 2020થી રાજ્યના APL-1 એવા 60 લાખ કાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજ વિતરણ 17 હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ કરાશે. આવા પરિવારોને ઓળખના પુરાવા તરીકે APL-1 કાર્ડ સાથે આધાર કાર્ડ લઈ જવાનું રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ જથ્થો 13 એપ્રિલથી 17 એપ્રિલ એમ પાંચ દિવસમાં આ અનાજ વિતરણ પૂર્ણ કરવામાં આવશે. મુખ્યમત્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં સંવેદનશીલ નિર્ણય લઈને રાજ્યના આવા APL-1 કાર્ડ ધરાવતા 60 લાખ પરિવારોના અંદાજે 2.50થી 3 કરોડ લોકોને એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી હતી. તે નિર્ણયને પગલે હવે 13 એપ્રિલથી આવા કાર્ડધારકોને કુટુંબ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ, કિલો ખાંડ અને 1 કિલો મીઠાનુ વિતરણ કરવામાં આવશે.

બ્રેકિંગ@ગુજરાત: APL-1 કાર્ડધારકોને આ તારીખથી મળશે મફત સરકારી અનાજ

આ ઉપરાંત સરકારે જાહેર કરેલા નિયમ મુજબ રેશનકાર્ડની દુકાન પર ભીડ એકત્ર ના થાય તે માટે કાર્ડના છેલ્લા બે આંક મુજબ દિવસ નક્કી કરવામા આવ્યા છે. એટલે કે 13 એપ્રિલના રોજ જેમના કાર્ડના છેલ્લા બે નંબર 1 અને 2 હશે તેમને અનાજ આપવામા આવશે. જયારે 14 એપ્રિલના કાર્ડના છેલ્લા બે આંકડા 3 અને 4 હશે તેમને અનાજ અપાશે. તેમજ તેની બાદ બાકી રહેલા તમામ લોકોને 18 એપ્રિલના રોજ અનાજ વિતરણ કરવામા આવશે તેમ સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું.