આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ લેતાં જ કામકાજનો ધમધમાટ શરૂ થયો છે. રાજભવનમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ ભુપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન પદ માટે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારિતા પ્રધાન તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર રાજભવન ખાતે યોજાયેલા મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહને લઇ પહેલેથી જ મોટા નેતાઓનો જમાવડો થઇ ગયો હતો. કાર્યકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ નવસારીના સાંસદ સી.આર.પાટીલ સહીત સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને BJP, RSS, VHP ABVPના નેતાઓ નેતાઓ હાજર રહ્યાં હતા. આ સાથે જ શપથગ્રહણ સમારંભમાં આજની શપથવિધિમાં 4 રાજ્યના મુખ્યપ્રધાનો પણ ખાસ હાજરી આપી, જેમાં કર્ણાટકના CM બસવરાજ બોમાઈ અને ગોવાના CM પ્રમોદ સાવંત, આસામના CM હેમંત બિસવા શર્મા અને MPના CM શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code