બ્રેકિંગ@ગુજરાત: સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગારને લઇ મોટો નિર્ણય

અટલ સમાચાર, ડેસ્ક હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે આ કોરોના સામે સમગ્ર રાજ્ય લડત આપી રહ્યું છે. તેવામાં સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને લઇને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ધંધા રોજગારી બંધ હોવાથી રાજ્ય સરકારીન આવકમાં
 
બ્રેકિંગ@ગુજરાત: સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગારને લઇ મોટો નિર્ણય

અટલ સમાચાર, ડેસ્ક

હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે આ કોરોના સામે સમગ્ર રાજ્ય લડત આપી રહ્યું છે. તેવામાં સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને લઇને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ધંધા રોજગારી બંધ હોવાથી રાજ્ય સરકારીન આવકમાં ઘટાડો થયો છે. GST વેટની આવક લગભગ બંધ છે. સરકારમાં મળતા વેરામાં પણ ઘટાડો થયો છે. ત્યારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સંપૂર્ણ પગાર ચૂકવવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમગ્ર દેશ અને રાજ્ય કોરોના વાયરસની મહામારી સામે લડત આપી રહ્યું છે. સમગ્ર દેશમાં 1 મહિનાથી વધુ સમયથી લોકડાઉન અમલમાં છે. ધંધા-વેપાર, ઉદ્યોગો, કૃષિ ક્ષેત્ર, પેટ્રોલપંપ, ટુરિઝમ, કોઇ પણ પ્રકારનું ટ્રાન્સ્પોટેશન, હોટલો, થિયેટરો સહિત દુકાનો બંધ હોવાથી રાજ્ય સરકારને વેરાકિય આવક મળે છે તેવામાં ખુબ મોટો ઘટાડો નોંધાયો છે. GSTની આવક પણ ઓછી થઇ ચૂકી છે, પેટ્રોલના વેટની આવક પણ ઓછી થઇ છે. તેવામાં રાજ્યની પરિસ્થિતિ ખુબ આયોજન બદ્ધરીતે સંભાળી રહ્યા છીએ. રાજ્યની આવકમાં ખુબ મોટો ઘટાડો હોવા છતા અમારી નાણા વિભાગની કાર્યક્ષમતાના કારણે મુખ્યમંત્રી અને અમે નિર્ણય કર્યો છે કે, સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પગાર ચૂકવવામાં આવશે.

નીતિન પટેલે કહ્યું કે, એપ્રિલ મહિનો પૂર્ણ થવા તરફ છે ત્યારે આ મહિનાનો 5 લાખ 28 હજાર સરકારી કર્મચારીઓ માસિક પગાર 2 હજાર 600 કરોડ થાય છે. તે સંપૂર્ણ રીતે મે મહિનાના પહેલા અઠવાડિયામાં ચૂકવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના 4 લાખ 57 પેન્શનરોને પણ જે પેન્શન ચૂકવવામાં આવે છે તે પણ દર મહિને 1 હજાર 400 કરોડનું થાય છે તે પણ ચૂકવવામાં આવશે. રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોનો બન્નેનો થઇ રૂપિયા 4000 હજાર કરોડની જંગી રકમનો ખર્ચ આવે છે તે ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આજે નાણા વિભાગના સચિવો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે.